ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ઇકબાલગઢ પાસે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેને લઈને આ વિસ્તારના નાના નાના વોકળા અને નાની નદીઓમાં ભરપૂર વરસાદી પાણી આવ્યા છે.

બનાસકાંઠાના કંબોઈમાં લોકોને સાબદા રહેવા રીક્ષા ફેરવાઈ

જેના પાણી બનાસ નદીમાં આવી રહ્યા છે. પરિણામે બનાસ નદીમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે. આ બનાસ નદીનું પાણી આબુરોડ થઇને બનાસકાંઠાજિલ્લાના ઇકબાલગઢ થઈ દાંતીવાડા તાલુકામાં આવેલા દાંતીવાડા ડેમમાં આવે છે. જેને લઈને દાંતીવાડા ડેમમાં બપોરે ત્રણ વાગે 23828 ક્યુસેક પાણી ની આવક સામે ડેમના છ દરવાજા ખોલીને 34,650 ક્યુસેક પાણી અત્યારે બનાસ નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ પણ વધુ પાણી આવવાની સંભાવના હોવાથી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર મુકાયું છે.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઇ પંથકમાં નદીકાંઠાના ગામડાઓમાં રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે, અને રીક્ષામાં માઇક દ્વારા લોકોને નદી કાંઠાના વિસ્તારમાંથી ખસી જવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનના અચલગઢ મહેલની દિવાલ તૂટી પડી

રાજસ્થાનમાં ભારે વરસાદના સમાચાર વચ્ચે નુકસાન થયું હોવાના અહેવાલ છે. અહીંના અચલગઢમાં આવેલા જુના મહેલની દિવાલ તૂટી પડી હોવાનું જાણવા મળ્યું છે. દિવાલ પડતા એક દુકાનને પણ નુકસાન થવા પામ્યું છે. છેલ્લા ઘણા વર્ષથી મહેલની દીવાલમાં તિરાડ પડેલી હતી. ત્યારે હાલમાં ભારે વરસાદના કારણે આ ઘટના બની હતી. જ્યારે અચલગઢ જૈન મંદિર તરફ જવાનો રસ્તો પણ હાલમાં બંધ છે. અચલગઢ જવા માટે આ એકમાત્ર રસ્તો છે. જે અંગે સ્થાનિક લોકોએ પણ તંત્રને જાણ કરી છે.

આ પણ વાંચો : સિંગાપોરમાં 20 વર્ષમાં પહેલીવાર મહિલાને ફાંસી આપવામાં આવી, જાણો કેમ?

Back to top button