બનાસકાંઠા: પ્રકાશ સિંહ બાદલના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર, ડીસા શહેરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો
પાલનપુર : પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ડીસા શહેરમાં પણ સાંઈબાબા મંદિર આગળ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો
પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને 16 એપ્રિલે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 25 એપ્રિલે સાંજે 7.42 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.બાદલ દેશની રાજનીતિના સૌથી જૂના નેતા હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે, જેમાં દેશભરમાં ફરકાવવામાં આવેલા ધ્વજ બે દિવસ સુધી અડધો નમાવી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત ડીસા શહેરમાં પણ સાંઇબાબા મંદિર આગળ રાષ્ટ્રધ્વજ અડધીકાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાની રસાણા કોલેજમાં સુવિધાઓનો અભાવ, ત્રાહિમામ પોકારી ઊઠેલા વિદ્યાર્થીઓના કોલેજ આગળ ધરણાથી હંગામો