બનાસકાંઠા: ડીસાના ગુગળ ગામમાં સો મિલમાં કામ કરતા આધેડની હત્યા
પાલનપુર: ડીસા તાલુકાના ગુગળ ગામે લાકડાની સો મીલ પર મજૂરો વચ્ચે ઝઘડો થતાં એક મજૂરની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ અંગે આગથળા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મૃતક પાંચ સંતાનોનો પિતા હોવાથી પાંચ સંતાનોએ પિતાની છત્રછામછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
પાંચ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી
આ અંગેની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સરકા તાલુકાના કલકાર ગામે રહેતા 48 વર્ષીય રામાભાઇ શંકરલાલ મીણા ડીસા તાલુકાના ગુગળ ગામે આવેલી બજરંગ સો મિલમાં લાકડાની લાટીમાં મજૂરી કામ કરતા હતા. તેઓને અન્ય મજૂર સાથે સામાન્ય બાબતમાં તકરાર થતા એક મજૂરે લોખંડની પાઇપ કે દસ્તા જેવા હથિયારથી 10 જેટલા ઘા મારતા તેઓનું મોત નિપજ્યું હતું.
મજૂરો વચ્ચે બોલાચાલી થતા હત્યા કરાઇ
આ બનાવ અંગે આગથાળા પોલીસે એક મજૂર સામે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની લાશનું પંચનામુ કરી પીએમ અર્થે ડીસા સિવિલમાં લાવવામાં આવી હતી.મૃતક પાંચ સંતાનોનો પિતા હોવાથી તેમના મોતથી પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો :માથાભારે વકીલ! પરસ્પર ઝઘડા બાદ કોર્ટ પરીસરમાં કર્યું ફાયરીંગ