ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : ડીસા બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પદે મુકેશ માળી વરાયા


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરનો વિકાસ કુદકે અને ભૂસકે વધી રહ્યો છે. અહીંના હાઇવે તરફના વિસ્તારોમાં ચારે તરફ અનેક નવા બાંધકામો થઈ રહ્યા છે. જેમાં ટાઉનશીપ, વિલા, સોસાયટીઓ જેવી નવી સ્કીમો પણ બિલ્ડરો દ્વારા બાંધવામાં આવી રહી છે. ત્યારે ડીસા શહેરમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર્સ એસોસિએશનની સભા મળી હતી. જેમાં નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ પદે શહેરના જાણીતા બિલ્ડર્સ મુકેશભાઈ માળીની વરણી કરાઈ હતી. જ્યારે ઉપપ્રમુખ રાકેશભાઈ ઠક્કર, મંત્રી અપૂર્વભાઈ ઝાલમોરા, સહમંત્રી નિકુંજભાઈ પટેલ અને ખજાનચી પદે કમલેશભાઈ ટી . ઠક્કર ની વરણી કરવામાં આવી હતી. નવા વર્ષના વરાયેલા હોદ્દેદારોને ઉપસ્થિત સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર : થરાદના ચુડમેર પુલ પાસેથી તરતો મૃતદેહ મળી આવ્યો