ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગેનીબેન ઠાકોરે જાહેર મંચથી સંકેત આપ્યા

Text To Speech
  • ગુલાબભાઈને કાયમ માટે વાવનું ખેતર લખી આપ્યું નથી: ગેનીબેન
  • ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા
  • આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભાની પેટાચૂંટણી યોજાનારી છે

ગુજરાતના બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. જેમાં આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભાની પેટાચૂંટણી યોજાનારી છે. તેમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ચૂંટણી યોજાવા જઈ રહી છે.

 

ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા

મતદારોને રિઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા છે. ત્યારે વાવમાં કોંગ્રેસ દ્વારા મેઘવંશી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

‘ગુલાબભાઈને કાયમ માટે વાવનું ખેતર લખી આપ્યું નથી: ગેનીબેન

બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગેનીબેન ઠાકોરે જાહેર મંચથી સંકેત આપ્યા છે કે ગુલાબસિંહ 2027ની ચૂંટણી નહીં લડે. કારણ કે ગેનીબેન એવું બોલ્યા છે કે ‘ગુલાબભાઈને કાયમ માટે વાવનું ખેતર લખી આપ્યું નથી. માત્ર ત્રણ વર્ષ માટે હટાણું આપેલું છે.’ ગેનીબેનના આ નિવેદનને બે રીતે જોઈ શકાય. એક તો તેમણે ગુલાબસિંહને આડકતરી રીતે ચિમકી આપી છે કે પ્રજાના કામ કરવાના છે નહીતર પાર્ટી મોં ફેરવી લેશે. બીજું ગુલાબસિંહ આયાતી હોવાનો મુદ્દો ભાજપે ઉછાળ્યો છે ત્યારે ગેનીબેને સંકેત આપ્યા છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં બીજાને પણ મોકો મળી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત: યાત્રાધામ પાવાગઢના મંદિરે જવાનો પ્લાન હોય તો આ વાંચી લેજો

Back to top button