ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં યોજાઈ ભગવાન શ્રી જગન્નાથની મોસાળ યાત્રા

Text To Speech

બનાસકાંઠા 22 જૂન 2024 : ડીસામાં ભગવાન જગન્નાથની અષાઢી બીજે નીકળનારી રથયાત્રાની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે ભગવાન ભવ્ય યાત્રા સાથે મોસાળ જવા રવાના થયા હતા અહીં ભગવાન જેઠ વદ અમાસ સુધી બિરાજશે. ડીસા ખાતે છેલ્લા 26 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમ થી ઉત્સાહ અને ઉમંગ સાથે યોજવામાં આવે છે જેમાં હજારો ભક્તો સામેલ થાય છે અને એ રીતે આ ડીસાનો સૌથી મોટો ઉત્સવ બની રહે છે.

પ્રતિવર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી સુભાષચંદ્ર સેવા સમિતિ ના આયોજનથી રથયાત્રા સમિતિ એ રથયાત્રાની જોશ પૂર્વક તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથજી , ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સહિત મોસાળમાં પાતાળેશ્વર મહાદેવ, કચ્છી કોલોની ખાતે પધાર્યા હતા ડીસાના જુના રામજી મંદિરથી ભવ્ય રથયાત્રા સાથે વાજતેગાજતે ભગવાનનું મોસાળું કરાયું હતું.

હવે 15 દિવસ સુધી સ્થાનિક વિસ્તાર ના ભક્તોએ રોજે રોજ ભજન, કીર્તન, અભિષેક, કથા, પ્રવચન, સુંદરકાંડ, છપ્પનભોગ જેવા અવનવા કાર્યક્રમો કરી ભગવાનની સેવા સુશ્રુષા કરશે. હવે જેઠવદ અમાસના દિવસે ભગવાનનું મામેરુ કરી નિજમંદિર રામજી મંદિરમાં પરત લઈ જવામાં આવશે. જ્યાં અષાઢી બીજે સવારે નેત્રોત્સવ વિધિ બાદ બપોરે એક વાગે ભવ્યાતિભવ્ય રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળશે.

આ પણ વાંચો : બનાસકાંઠા : જેઠ સુદ પૂનમથી શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના સ્વયં સેવક તરીકેની અદ્દભુત સેવાનો શુભારંભ

Back to top button