બનાસકાંઠા : ગાંધીનગરમાં મળનારા અખિલ ભારતીય પ્રા. શિક્ષક સંઘ અધિવેશનમાં બનાસકાંઠા જિલ્લાના 5 હજારથી વધુ શિક્ષકો હાજર રહશે
- 12 મે ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન
- હજારોની સંખ્યામાં ડેલીગેટ ઉપસ્થિત રહેશે
પાલનપુર : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું 29 મું દ્વિ વાર્ષિક શૈક્ષણિક અધિવેશન રાજ્યમાં પ્રથમ વખત પાટનગર ગાંધીનગર ખાતે મળવા જઈ રહ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે અને મહામંત્રી પ્રાગજીભાઈ પટેલના જણાવ્યા અનુસાર શિક્ષણ પરિવર્તનના કેન્દ્રમાં શિક્ષકો અને સંગઠનની પ્રવૃત્તિઓ દ્વારા મહિલા શિક્ષકોનું સશક્તિકરણએ મુખ્ય વિષયો પર ગાંધીનગર મુકામે મળનાર આ બે દિવસીય અધિવેશનનું તા. 12 મે ના રોજ સવારે 10 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર શિક્ષક મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. અધિવેશનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજિત 25 હજાર જ્યારે ગુજરાતમાંથી 1 લાખ કરતા વધુ ડેલીગેટ્સ ઉપસ્થિત રહેવાનો અંદાજ હોઇ. ગાંધીનગર ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાંથી પણ મહિલા શિક્ષકો સહિત અંદાજિત 5 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકો આ અધિવેશનમાં ભાગ લેનાર છે,અધિવેશનમાં એજ્યુકેશન ઇન્ટરનેશનલના જનરલ સેક્રેટરી ડેવિડ એડવર્ડ, એશિયા પેસિફિકના ચીફ કોઓર્ડીનેટર આનંદસિંધ ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શિત કરશે.
અધિવેશનને સફળ બનાવવા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક રહેવાનો અંદાજ છે.બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે ના જણાવ્યાનુસાર ગુજરાતના પનોતા પુત્ર અન યશસ્વી વડા પ્રધાન ઉપસ્થિત રહેવાના હોઈ જિલ્લા નાં શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરમ પૂજ્ય મોરારીબાપુની રામકથા ના યજમાન પદે પણ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ હોય આ એક આનંદની બાબત છે. આ સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષ પટેલ, કાર્યાધ્યક્ષ રણજીતસિંહ પરમાર, સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ રાજ્યમાંથી અંદાજિત 30 હજાર અને ગુજરાતમાં 70 હજાર મળી કુલ 1 લાખ ડેલીગેટ ઉપસ્થિત રહેવાનો અંદાજ છે.
આ પણ વાંચો : હાલાકી : ડીસાના ભોપાનગર વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતાં લોકો પરેશાન