બનાસકાંઠા : ડીસામાંથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મિશન વસ્ત્રમ કાર્યક્રમનો પ્રારંભ
બનાસકાંઠા 11 જૂન 2024 : ડીસા સિવિલ હોસ્પિટલ ખાતેથી બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નવજાત બાળ શિશુના જન્મતા સાથે થતા મૃત્યુદર ને ઘટાડવા મિશન વસ્ત્રમ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત તમામ તાલુકાઓમાં તેની કીટો મોકલવામાં આવી હતી અને 100 દિવસ સુધી આ કાર્યક્રમ સમગ્ર જિલ્લાના 14 તાલુકાઓમાં સતત ચાલુ રહેશે.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં માતા અને નવજાત શિશુઓનો મરણદર ઘટાડવામાં અને ગુજરાત સરકારના નીતિ આયોગને સાર્થક કરવા અને નવજાત બાળશિશુ જન્મતાંની સાથે જ હાયપોથર્મિયાના લીધે બાળક મૃત્યુ ન પામે તે શુભ આશયથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા,જિલ્લા પંચાયત,બનાસકાંઠા,મહિલા કલા-નિધિ ટ્રસ્ટ અને રેડિયો પાલનપુર 90.4 એફએમના સંયુક્ત ઉપક્રમે દાતા પરીખ ફાઉન્ડેશન,મુંબઈના સહયોગથી અંબાજી થી નડાબેટ સુધીના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં એક જ સમયે એક સાથે 100 દિવસ ‘મિશન વસ્ત્રમ’ પ્રોજેક્ટનો શુભારંભ 11 જૂન 2024 થિ ડીસામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડૉ.ભારમલ પટેલ, ડો પી એમ ચૌધરી સહિત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં તારીખ 19 સપ્ટેમ્બર 2024 સુધી કુલ:100 દિવસ પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરેલ તેમજ આ કાર્યક્રમ માં ડૉ. ખાન સિનિયર મેડિકલ ઓફિસર ડીસા સિવિલ, અર્બન હેલ્થ ઓફિસર ર્ડો નિસર્ગ જોશી, ડીસા સિવિલના વહીવટી અધિકારી મયુરભાઈ ચૌધરી,સ્ટાફ નર્સ બહેનો ,તાલુકા હેલ્થ સુપરવાઈઝર નિરંજનભાઈ ઠક્કર ,અર્બન 1,2 ના હેલ્થ સુપરવાઈઝર તેમજ આશાબહનોએ આ કાર્યક્રમમાં હાજર રહયા હતા. મિશન વસ્ત્રમ પ્રોજેક્ટના વિતરણમાં એક સુત્રતા રહે તે માટે ગતવર્ષ 2023 જુન,જુલાઈ, ઓગસ્ટ મહિનામાં થયેલી ડિલિવરી મુજબ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં મિશન વસ્ત્રમ બેબી કીટો દરેક તાલુકાઓમાં મોકલવામાં આવી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા: દેશમાં લાગુ થનાર નવા કાયદા અંગેની ડીસા પોલીસને તાલીમ અપાઇ