ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: દિલ્હીમાં સગીરાની હત્યાનો મામલો : ડીસામાં એબીવીપીના કાર્યકરોએ કરી હત્યારા જેહાદીને ફાંસીની માગ

Text To Speech

પાલનપુર: દેશની રાજધાની દિલ્હીમાં 16 વર્ષીય સગીરાની કાળજુ કંપાવતી હત્યાના વિરોધમાં ડીસા ખાતે વિરોધ દર્શાવ્યો હતો અને એબીવીપીના કાર્યકરો દ્વારા હત્યારાને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી.

દિલ્હીમાં નિર્ભયાકાંડ બાદ તેના જેવી જ વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જેમાં 16 વર્ષની સગીર યુવતીને વિધર્મી યુવક દ્વારા ચાકુથી માત્ર 34 સેકન્ડમાં 19 ઘા મારી તેમજ માથા ઉપર છ વખત પથ્થર મારી માથું છુંદી ઘાતકી હત્યા કરવામાં આવી છે. સાક્ષીની હત્યા સાહિલ સરફરાજ નામના યુવકે કરી હોવાનું સામે આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા છે.

હત્યાના વિરોધ-humdekhenegenews

જેમાં ડીસા ખાતે સરદારબાગ આગળ એબીવીપીના કાર્યકરોએ વિવિધ બેનરો અને કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન યોજી સાક્ષીના હત્યારા સાહિલ સરફરાજઝને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. દિલ્હી સહિત દેશના વિવિધ નગરોમાં વારંવાર બનતી આવી ઘટનાઓ અટકાવવા માટે પણ સરકાર દ્વારા કડક હાથે કામ લેવાય તેમજ હત્યારાઓમાં પોલીસની ધાક બેસે તેવી કાર્યવાહી કરવા એબીવીપી દ્વારા માગ કરવામાં આવી છે.

આ અંગે જિલ્લા સંયોજક અંકુર દેસાઈ અને સહમંત્રી અક્ષય શર્માએ જણાવ્યું હતું કે, 16 વર્ષની સગીરાની નિર્મમ હત્યા કરનાર જેહાદીને ફાંસી થવી જોઈએ અને સરકારે પણ વારંવાર બનતી આવી ઘટનાઓને અટકાવવા માટે કડક કાયદો બનાવવો જોઈએ તે માટે વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ માગ કરી હતી.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસા ગાયત્રી શક્તિપીઠમાં ગાયત્રી જયંતી, ગંગા દશેરા અને ગુરૂદેવના મહાપ્રયાણ દિવસની ઉજવણી

Back to top button