ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પ્રભારી મંત્રીએ પાલનપુર રેલવે સ્ટેશન પર 300 મુસાફરોને ગંતવ્ય સ્થાન પર જવાની વ્યવસ્થા કરાવી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે આજે પાલનપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઇ બરેલી- ભૂજ ટ્રેનના મુસાફરોને રૂબરૂ મળીને તેમના ભોજન તથા આગળના ગંતવ્ય સ્થાન પર જવાની વ્યવસ્થા કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓને સુચના આપતા બસ મારફત આ મુસાફરોને ગાંધીધામ અને ભૂજ મોકલવામાં આવશે.

બરેલીથી ભૂજ જતી ટ્રેન કચ્છમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદના કારણે પાલનપુર રેલવે સ્ટેશન પર અટકાવવી પડી હતી. સૂસવાટા મારતું વાવાઝોડું અને ભારે વરસાદના કારણે આ ટ્રેન આગળ વધી શકે એમ નહોતી એટલે ૩૦૦ જેટલાં પેસેન્જરો સાથેની આ ટ્રેન ગઇકાલથી પાલનપુર રેલવે સ્ટેશન પર અટકેલી ઉભી છે. આ ટ્રેનમાં જતા મુસાફરો માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફૂડ પેકેટ અને ચા- પાણી, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પાલનપુર પ્રાંત અધિકારી, પાલનપુર રેલવે સ્ટેશનના મેનેજર તથા રેલવે પોલીસના અધિકારીઓ સાથે ચર્ચા કરીને યાત્રિઓની સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ પણ વાંચો :Ugandaની સ્કૂલમાં આતંકી હુમલો, 38 વિદ્યાર્થીઓ સહિત સિક્યુરીટી ગાર્ડના મોત

Back to top button