બનાસકાંઠા : છાપી ગામના મહિલા સરપંચના પતિ વતી વચેટીયો રૂ.15 લાખની લાંચ લેતો ઝડપાયો
વડગામ, 16 જાન્યુઆરી : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોરે ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC) પ્લોટ કેસમાં હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવા માટે 50 લાખની લાંચની માંગણી કરી હતી.
જેની સામે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીની જ્યોતિનગર સ્થિત સુકુનવિલા સાઈટની ઓફિસમાં બોર ઓપરેટર પ્રવીણ ઠાકોર ₹15 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. જ્યારે સરપંચ પતિ મુકેશ ચૌધરીને ઓફિસ બહાર તેની કારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં એ છાપી GIDCમાં પ્લોટની માલિકી પરત આપવા માટે 35 લાખની લાંચ માંગવાના કેસમાં સરપંચના પતિ સહિત બે વ્યક્તિઓને ઝડપી લીધા છે. ACB કેસની વિગતો મુજબ, 2019માં છાપી GIDCમાં ટીડીઓ દ્વારા જાહેર હરાજીથી 27 પ્લોટ આપવામાં આવ્યા હતા.
દરમિયાન પાછળથી કેટલીક અરજીઓને પગલે ડીડીઓ બનાસકાંઠાએ હરાજી રદ કરી હતી. પ્લોટધારકોએ વિકાસ કમિશનર ગાંધીનગરમાં રિવિઝન અરજી કરતાં, તેમણે ડીડીઓનો હુકમ રદ કરી પ્લોટધારકોની તરફેણમાં નિર્ણય આપ્યો હતો.
આ પણ વાંચો :- 12 રાજ્યો, 230 જિલ્લા, 50 હજાર ગામો… PM મોદી 18મીએ 65 લાખ લોકોને આપશે આ મોટી ભેટ