બનાસકાંઠા : ડીસામાં દીકરીઓને આત્મનિર્ભર બનાવવા શરૂ કરાયો મહેંદી ક્લાસ
- રોટરી ક્લબ ડિવાઈન દ્વારા ફ્રી મહેંદી ક્લાસ રંગ લાવશે
પાલનપુર : રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા બાળકો, યુવા, યુવતીઓ અને વડીલો માટે અનેક સેવાકીય અને જીવનમાં ઉપયોગી થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ડીસાની દીકરીઓ પણ આત્મ નિર્ભર બને અને જીવનમાં ઉપયોગી નીવડે તે માટે મહેંદી ક્લાસ શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં દીકરીઓ અને બહેનોને મહેંદીની ડીઝાઈન કરતા અને મહેંદીના કોન બનાવતા શીખવવામાં આવ્યું હતું.
View this post on Instagram
આ માર્ગદર્શન ડીસાની જ એક દીકરી માનસીબેન ખત્રી દ્વારા આપવામાં આવ્યું હતું. જેવો પોતે મહેંદીમાં એક્સપર્ટ છે. આ વર્કશોપમાં 35 બહેનોએ ભાગ લીધો હતો. અને તેઓ તેમની પાસે વધુ કોચિંગ પણ લેવાના છે.
આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ. બિનલબેન માળી મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન ગિરિજાબેન અગ્રવાલ, કાંતાબેન, ગીતાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.માનસીબેન આ વર્ગોની ફી 1100 થી 4100 લેતા હોય છે,પરંતુ તેમને તેમની સેવા ડીવાઈનમાં વિના મુલ્ય આપી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : અમીરગઢના ગંગાસાગર પાટિયા પાસે ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવ્યો ને ‘ ટ્રેલર રોડની સાઈડમાં પલટ્યું