બનાસકાંઠા: ડીસામાં ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટિસનર્શ એસોસિયેશનના હોદ્દેદારોની વરાયા


- GST-ઇન્કમ ટેક્સના પ્રશ્નો હલ કરવાની કટિબદ્ધતા બતાવી
પાલનપુર : ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટિસનર્શ એસોસિયેશનની સાધારણ સભા ડીસાની હોટેલ ડીસેન્ટ ખાતે યોજાઈ હતી. જેમાં વર્ષ 2023-24ના પ્રમુખ સહિતની કમિટીએ GST ઈન્કમ ટેક્સને લાગતી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.
ડીસામાં ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટિસનર્શ એસોસિયેશનની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં વર્ષ 2023-24ના નવા પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જેમાં નવા પ્રમુખ તરીકે પ્રધાનજી એસ. પરમારની વરણી કરાઈ હતી. ઉપપ્રમુખ તરીકે શૈલેષ મહેસુરિયા, મૂળચંદ ખત્રી, સેક્રેટરી તરીકે સચિન ઠક્કર, ટ્રેઝરર તરીકે જગદીશ નાયી અને ઓડિટર તરીકે દિનેશ કચ્છવાની વરણી કરાઈ હતી.
નવા વરણી પામેલા પ્રમુખ પ્રધાનજી પરમારે વેપારી વર્ગ અને GST, ઈન્કમટેક્ષની સમસ્યાઓનું સુખદ નિરાકરણ લાવવા, તેમજ વધુમાં વધુ સેમિનાર યોજી માર્ગદર્શન આપવાની ખાતરી આપી હતી, અને એસોસિએશનના સભ્યો વચ્ચે સતત આત્મીયતા જળવાઈ રહે તેવા ઉમદા આશયથી એક ધાર્મિક પ્રવાસ આયોજનની પણ જાહેરાત કરી હતી. પૂર્વ પ્રમુખ શાંતિલાલ ઠક્કર, દિલીપ ઠક્કર અને જગદીશ વ્યાસે હાજર રહીને એસોસિએશનના નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : G-20 અંતર્ગત યુથ 20નો કાર્યક્રમ,અંબાજીમાં યુવાઓ સાથે સંવાદ કરાયો