બનાસકાંઠા : પશુઓમાં થતાં ખારવા – મોવાસાના રોગને પહોંચી વળવા તંત્ર ખડે પગે


પાલનપુર 13 ફેબ્રુઆરી 2024 : બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેઠ સર્વિસ ના સંયુક્ત ઉપક્રમે દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના 19 અને 1 કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નવીન 1 એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી છે. જેથી પશુપાલકોને તેમના પશુઓને સમયસર અને ઝડપી સારવાર મળી શકે .
બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ખરવા- મોવાસાના રોગના કારણે મુખ્ય થરાદ અને વાવ તાલુકાના ગામોમાં અનેક પશુઓમાં આ રોગ જોવા મળેલ છે. જેથી 12 મોબાઈલ પશુ દવાખાનાને સ્થાળાંતર કરી થરાદ અને વાવ તાલુકામાં ફાળવવામાં આવેલ છે. જેથી પશુચિકિતસ્ક અને તેમની ટીમ દ્વારા આ વિસ્તાર નું સર્વે કરી ને જે પશુઓ આ રોગમાં સપડાયેલ હોય તેમને યોગ્ય સારવાર આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. 1962 હેલ્પલાઇન ના પ્રોજેક્ટ ઇન્ચાર્જ હાર્દિક બારોટ અને પ્રોજેક્ટ મેનેજર ડૉ. મયંક પટેલ દ્વારા આ તમામ ટીમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે..
આ પણ વાંચો : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જેતલપુરમાં દેશની 9મી ફોરેન્સિક સાયન્સ કોલેજનું ઉદઘાટન કર્યું