બનાસકાંઠા : દાંતીવાડા ખાતે સીડ ટેક્નોલોજી વિભાગ દ્વારા કેરી મહોત્સવ યોજાયો
- કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રમાં કેરીનું પ્રદર્શન-નિદર્શન અને વેચાણ કરાશે
બનાસકાંઠા 12 જૂન 2024: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયના કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે ૧૨ જુનને બુધવારે સીડ ટેક્નોલોજી વિભાગ દ્વારા કેરી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કેરીનું પ્રદર્શન-નિદર્શન અને વેચાણ કાર્યક્રમ યોજાયો હતો. કુલપતિ ડો.આર.એમ.ચૌહાણે કાર્યક્રમનું ઉદઘાટન કરી પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું.
જેમાં કેશર (વલસાડી, જુનાગઢ, જમ્બો), આમ્રપાલી, તોતાપુરી, સોનપરી, દશેરી, લંગડો, મલ્લીકા, જમાદાર અને રાજપુરી વગેરે જેવી વિવિધ જાતોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ હતું. તેમજ સ.દાં.કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ઉત્પાદિત કેશર કેરીનું વેચાણ કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે ચાલુ કરવામાં આવ્યું હતું.
આ કેરી મહોત્સવમાં સંશોધન નિયામક ડો. સી. એમ. મુરલીધરણ, વિસ્તરણ શિક્ષણ નિયામક , ડો. એ.જી. પટેલ, નિયામક વિધાર્થી કલ્યાણ, ડો. કે.પી. ઠાકર, સંશોધન વૈજ્ઞાનિક સીડ, ડો. પી.એચ.પટેલ સહિત આણંદ, નવસારી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક, સંશોધન વૈજ્ઞાનિકો તેમજ અત્રેની વિશ્વવિદ્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાંથી સગીરાને પાટણનો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો