બનાસકાંઠા: અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે મહંતશ્રી રાજેન્દ્રાનંદગિરિજીની વરણી
પાલનપુર: રાષ્ટ્રધર્મ અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત અખિલભારતીય સંત સેવા સમિતિ 137 હિન્દુ સંપ્રદાયોના પ્રતિનિધિઓનું બનેલું છે.તાજેતરમાં મળેલ કાર્યકારીણી બેઠકમાં મહંતશ્રી રાજેન્દ્રાનંદ ગિરીજીની ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે વરણી કરાવામાં આવી હતી.
પૂ.સંતોનું બનેલું વિરાટ સંગઠન રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા અને ગૌ રક્ષા માટે કાર્યરત છે. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ કાર્યકારીણી બેઠકમાં સંગઠનના કાર્યોને વધુ વેગ મળે તે હેતુથી અખિલ ભારતીય સંત સેવા સમિતિના પ્રમુખ પૂ.નૌતમ સ્વામી દ્વારા સર્વસંમતિથી અખિલભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે મહંતશ્રી રાજેન્દ્રાનંદ ગિરિજી ગુરુ કલ્યાણા નંદગિરિજીની “મહંત શ્રી વિજય હનુમાન સન્યાસ આશ્રમ” ખાતે વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ મહંતશ્રી એ રાષ્ટ્ર ધર્મના સંગઠનોમાં અનેક જવાબદારીઓ સંભાળી સંગઠનાત્મક ભૂમિકામાં રહેલ. તેઓશ્રી ની વરણી થી ધર્મકાર્યોને વેગ મળશે તેવો આશાવાદ ધર્મપ્રેમીઓએ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો :‘મોદી સરનેમ’ કેસ : રાહુલ ગાંધીની અરજી પર વધુ સુનાવણી 20 એપ્રિલે