ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો, યાત્રિકો માટેની વ્યવસ્થાઓનું કરાયું સ્થળ નિરીક્ષણ

Text To Speech

પાલનપુર: વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 23 સપ્ટે. થી 29 સપ્ટે.’23 સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. જેમાં દેશભરમાંથી લાખો પદ યાત્રિકો શ્રદ્ધાપૂર્વકમાં ના દર્શને આવી ધન્યતા અનુભવતા હોય છે. મેળામાં આવનાર દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સવલતો અને સગવડો સચવાય એ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સજ્જ બન્યું છે.

શક્તિપીઠ અંબાજી-humdekhengenews

કલેકટરે દર્શન, પાર્કિંગ વ્યવસ્થા, પ્રસાદ , ભેટ કેન્દ્રોની મુલાકાત લઇ આયોજન અંગે કરી સમીક્ષા

શક્તિપીઠ અંબાજી-humdekhengenews

જેના ભાગરૂપે બનાસકાંઠા જીલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ વરુણકુમાર બરનવાલ, જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા અને અંબાજી મંદિર વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓએ આવનાર પદયાત્રીઓ માટે કરવામાં આવનાર તમામ વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ યાત્રિકો માટેની દર્શન વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, પ્રસાદ , ભેટ કેન્દ્રો વગેરે સ્થળોની મુલાકાત લઇ આયોજન અંગે જરૂરી સમીક્ષા કરવામાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા:ડીસાના લોરવાડા પાસે બાઈક સ્લીપ થતાં બાઈકચાલક ઇજાગ્રસ્ત * બાઈકચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

 

Back to top button