ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં કેન્સરથી બચવા માટે મહિલાઓને અપાયું માગૅદશૅન

Text To Speech
  • આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સેમિનાર યોજાયો

પાલનપુર 06 ફેબ્રુઆરી :  દેશમાં સ્ત્રીઓમાં વધતા જતા સ્તન અને સર્વાઇકલ કેન્સલ અંગે જાગૃતિ આવે તે માટે ડીસા નગરપાલિકા હોલ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા મહિલા જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં નજીવા દરે મેમોગ્રાફી અને સોનોગ્રાફીના ટેસ્ટ કરી મહિલાઓને કેન્સર અંગે જાગૃત કરી હતી.

મહિલાઓમાં સ્તન અને સર્વાઇકલ કેન્સલ જેવી જીવલેણ બીમારી વધી રહી છે જે અંગે જાગૃત કરવા માટે અને આ કેન્સરથી બચવા માટે મહિલાઓએ શું કરવું જોઈએ તે અંગે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ડીસા નગરપાલિકા હોલ ખાતે પણ એક સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં 100 થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ સહિત અનેક મહિલાઓ હાજર રહી હતી. તેમજ આશીર્વાદ ફાઉન્ડેશનના સંચાલકો દ્વારા બજારમાં વેચાતા ફાસ્ટ ફૂડથી કઈ રીતે મહિલાઓને નુકસાન થઈ રહ્યું છે તે અંગેની સાચી સમજ અને કેન્સરથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ, તેના લક્ષણો કયાં છે તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

આ અંગે આશીર્વાદ ફાઉન્ડેશનના ડિમ્પલ પટેલે જણાવ્યું હતું કે અત્યારે મહિલાઓ સૌથી વધુ ફાસ્ટ ફૂડ, જંકફુડ અને પેસ્ટીસાઈડ વાળો ખોરાકનું કરે છે બજારમાં અને સૌથી વધુ લારીઓ પર મળતી મેદાની ચીજવસ્તુઓ આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે અને આવી ચીજ વસ્તુઓ ખાવાથી શરીરમાં કેન્સરનું જોખમ વધી જાય છે. માટે મહિલાઓએ બજારમાંથી ખાતા જંકફૂડ અને મેદાની પ્રોડક્ટસનું સેવન ટાવવું જોઈએ.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામેગામ ફરી શક્તિરથ “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો પ્રચાર પ્રસાર કરશે

Back to top button