ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : લમ્પી વાયરસનો કહેર યથવાત, વધુ 21 પશુઓના મોત

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં પશુઓને લમ્પી વાયરસે ભરડો લીધો છે. દિવસે ને દિવસે લમ્પી વાયરસ કહેર ગામોમાં પ્રસરતો જાય છે. તેમાં સપડાઈને મૃત્યુ પામતા પશુઓનો આંકડો વધી રહ્યો છે. મંગળવારે મળેલી વિગત અનુસાર જિલ્લામાં વધુ 8 ગામોમાં લમ્પી વાયરસે પગ પેસરો કર્યો છે. જેને લઈને અત્યાર સુધીમાં 827 ગામમાં લમ્પી વાયરસે પશુઓને શિકાર બનાવ્યા છે. જેમાં કુલ 27063 પશુઓ લમ્પી વાઇરસમાં સપડાયા હતા. જ્યારે 20,581 પશુઓમાં રીકવરી આવી છે. આ દરમ્યાન મંગળવારે વધુ 21 જેટલા પશુઓનું લમ્પી વાયરસના કારણે મૃત્યુ થયું છે.

મૃતાંક 563 સુધી પહોચ્યો

જેથી રોજે-રોજ પશુઓના મોત થતાં તેના નિકાલની કામગીરી પણ પડકાર જનક બની રહી છે. અત્યાર સુધીમાં કુલ 563 પશુઓનાં મોત નિપજી ચુક્યા છે. પશુધનને બચાવવા માટે વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા કુલ 11 લાખ 62 હજાર 302 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝને લઈ પશુપાલકોમાં ભારે ચિંતા છે. અને જેમનો પરિવાર પશુઓના દૂધ ઉપર જીવન નિર્વાહ કરતો હતો તેવા કેટલાક પરિવારોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

Back to top button