બનાસકાંઠા: લો..બોલો..દારૂ છુપાવવા કારની લાઇટો કાઢી, ડીકી, બમ્ફરના ભાગમાંથી 27 હજારનો દારૂ મળ્યો
પાલનપુર: રાજસ્થાનમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવા મોટા પાયે નેટવર્ક ચાલી રહયુ છે, ત્યારે પોલીસ પણ ખૂબ જ સક્રિય બની હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં ડીસા-ધાનેરા હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલા ચાર જેટલા વાહનો જપ્ત કર્યા છે. ત્યારે પોલીસે ગઈકાલે વધુ એક દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી રૂપિયા 27000 ઉપરાંતનો દારૂ જપ્ત કર્યો હતો.
ડીસા – ધાનેરા હાઇવે પરથી વધુ એક દારૂ ભરેલી ગાડી ઝડપાઈ
ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોય રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે.ત્યારે છેલ્લા કેટલાક સમયથી પોલીસે ચેક પોસ્ટ તેમજ રાજસ્થાન ને જોડતા માર્ગ ઉપર ઘોંસ વધારતા બુટલેગરો હવે સક્રિય બન્યા છે અને દારૂ ગાડીમાં છુપાવીને લાવવા અવનવી મોડલસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમી આધારે ડીસા – ધાનેરા હાઇવે પરથી એક સ્વીફ્ટ કાર ઝડપી લીધી હતી.
ડીસા – ધાનેરા હાઇવે પરથી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ#deesahighway #palanpurupdates #alcohol #liquors #viralreels #viralvideo #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/ZOADM9WyLf
— Hum Dekhenge News (@humdekhengenews) July 18, 2023
દારૂ છુપાવવા નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવતા હતા
પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી કાર ખાલી હોય તેવું લાગતું હતું. પરંતુ પોલીસે જીણવટ ભરી તપાસ કરતા કારની પાછળની ડીકી નીચે, બમ્ફરના ભાગ નીચે તેમજ લાઇટો કાઢી લાઇટોના ભાગમાં પણ દારૂની બોટલો છુપાવેલી મળી આવી હતી. આમ દારૂ છુપાવવા બુટલેગરો અવનવી ટેકનીક અપનાવી રહ્યા છે. પોલીસે કુલ રૂપિયા 27375/- નો વિદેશી દારૂ જપ્ત કરી રાજસ્થાન ના સંચોરની રબારીઓ કી ઢાણીના રમેશકુમાર કેસારામ રબારી ની અટકાયત કરી હતી.
જ્યારે તેની સાથે ગાડીમાં બેઠેલ રાનીવાડા ના સોતરું ગામનો શખ્સ કાળુરામ રબારી નાસી છૂટો હતો. જ્યારે આ દારૂ માલવાડા ગામના બુટલેગર શંકર રબારીએ ભરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે કાળુ રબારી તેમજ શંકર રબારી સામે પણ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવા ના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : ડીસા માર્કેટ યાર્ડને વિકાસની દિશામાં આગળ લઈ જઇશું : ગોવાભાઈ દેસાઈ