ઉત્તર ગુજરાતગુજરાત

દારૂ એ દાટ વાળ્યો : નશામાં ધૂત પુત્રને પાણી છાંટી જગાડવાનો પિતાનો પ્રયાસ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વડગામનો હોવાની આશંકા છે. જેમાં દારૂની લતે ચડી ગયેલા લોકોની શું દશા થાય છે તેમને કોઈ ભાન જ રહેતું નથી કે તે પોતે ક્યાં છે ? કઈ અવસ્થામાં છે.? આવા સમયે પરિવારજનોને ચિંતા થાય તે સ્વાભાવિક છે.

વડગામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાની આશંકા

બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં એક યુવાન પુત્ર દારૂના નશામાં ધૂત થઈને જમીન ઉપર પડેલો જોવા મળે છે. ત્યારે તેના પિતા પોતાના પુત્રને એક પ્લાસ્ટિકના ટબલરમાં પાણી લાવી તેના શરીર ઉપર છાંટીને તેને જાગૃત અવસ્થામાં લાવવા માટે ભારે મથામણ કરે છે. શરીર ઉપર પાણી છાંટીને સતત પ્રયાસ કરવા છતાં તે જાગૃત અવસ્થામાં આવતો નથી, ત્યારે નશાના રવાડે ચડી ગયેલા પુત્ર પાસે ઢળતી ઉંમરે એક પિતા કે જેમણે દીકરાના સહારાની જરૂર છે તેની પાસે શું શું અપેક્ષા રાખે. તેનાથી વિપરીત એક પિતા પોતાના પુત્રને સાચવવા અને સાર – સંભાળ માટે કેટ કેટલા પ્રયાસો કરે છે તે આ વીડિયોમાં જણાઈ રહ્યું હતું.

પિતાના ચહેરા ઉપર મજબૂરી પણ ચાડી ખાતી હતી. આ કરુણ દ્રશ્યનો કોઈએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ત્યારે દારૂના અડ્ડા જ્યાં પણ ચાલતા હોય ત્યાં પોલીસે ત્રાટકવાની જરૂર છે. દારૂના નશામાં યુવા ધન આજે હોમાઈ રહ્યું છે ત્યારે આવા પરિવારોએ પોતાના દીકરાઓને પણ બચાવવાની જરૂર છે અને પોલીસે પણ દારૂની ભઠ્ઠીઓને નેસ્ત નાબુદ કરવાની જરૂર છે.

આ પણ વાંચો :લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ઉત્તર પ્રદેશમાં ધામા

Back to top button