બનાસકાંઠા : આબુ હાઇવે પર વરસાદી પાણી નિકાલની પાઇપલાઇન નાખવાનું શરૂ
પાલનપુર : પાલનપુર આબુ હાઇવે પર બિહારી બાગથી ગાયત્રી મંદિર વચ્ચે ફરી બ્રિજના નીચેના ભાગે રોડ ક્રોસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપો નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ બ્રિજની કામગીરીમાં નડતર રૂપ પાઇપો હટાવી દેવાયા બાદ મુશ્કેલી સર્જાઈ હતી. જેથી પાલિકા દ્વારા ફરી નાંખવા રજૂઆત કરાઇ હતી.પરંતુ તે નાંખવામાં આવી ન હતી.ત્યારબાદ બે દિવસ અગાઉ સામાન્ય વરસાદમાં નેશનલ હાઈવે પર પાણી ભરાઇ ગયુ હતુ.અને બ્રિજ બની જવાના કારણે પાણીનો નિકાલ અટકી ગયો હતો.
જેથી રોડની બંન્ને સાઇડ પાણી ભરાયેલુ રહેવાના કારણે ચક્કા જામ થયુ હતુ.અને ફરીથી એજન્સી દ્વારા પાઇપો જે જગ્યાએ નાખી હતી. તેના કરતા થોડાક અંતરમાં બ્રિજ નીચે ફરીથી પાઇપો નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ અંગે ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યુ હતુ કે, નેશનલ હાઇવે પર ભરાતા પાણીની સમસ્યાના ઉકેલ માટે પાઇપો નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે પાલિકા પ્રમુખ કિરણબેન રાવલએ જણાવ્યુ હતુ કે “નેશનલ હાઇવે વચ્ચેથી પાઇપ પસાર થયા બાદ તે વરસાદી પાણીને નજીકમાંથી પસાર થતા નાળામાં જોડાણ કરાવી વરસાદી પાણીનો કાયમી ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે .
આ પણ વાંચો : કૈલાસ-માનસરોવર જતા યાત્રિકોની સહાયમાં ગુજરાત સરકારે કર્યો વધારો