બનાસકાંઠા: ધાનેરાના રવિયામાં જમીનનો બખેડો, 28 લોકો સામે નોંધાઈ ફરિયાદ
પાલનપુર: ધાનેરા તાલુકાના રવિયા કામથી મોટા મેડા ગામ તરફના માર્ગ ઉપર આવેલી જમીનમાં કેટલાક ઈસમો ચાર ટ્રેકટરો વડે ખેડા કરતા મોટો બખેડો થયો હતો. જેમાં વધુ બબાલ થાય તે પહેલા પોલીસ 22 લોકોને પકડી પોલીસ મથકે લઈ આવી હતી જ્યારે 28 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માલિકીની અને ગૌચરની જમીનને લઈ બબાલ થતા અટકી
આ અંગેની હકીકત એવી છે કે, ધાનેરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઉમાભાઈ ગજાભાઈ અને વિહાભાઈ મલાભાઇ ધાનેરા તાલુકાના મેડા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રવિયા અને મેડા ગામના રસ્તાની જમણી બાજુ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા થયા હતા. આ જગ્યામાં ચાર લોકો ટ્રેક્ટર પાછળ કલ્ટી લગાવીને જમીન ઉપર ખેડાણ કરી રહ્યા હતા. આ ખેડ દરમિયાન મોટો બખેડો સર્જાયો હતો.
આ પણ વાંચો:તેજસ્વી યાદવ સામે CBIએ ચાર્જશીટ દાખલ કરી, લેન્ડ ફોર જોબ કેસમાં આરોપી બનાવ્યો
ફરિયાદ નોંધી 22 લોકોને પોલીસ મથક લવાયા
જેમાં રવિયા ગામના રબારી નાગજીભાઈ નારણભાઈ અને રબારી રમેશભાઈ નારણભાઈ ના ખેતરની બાજુમાં આવેલી આ જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કર્યો હતો. જ્યારે રવિયા ગામના રાજપૂતો એ આ જગ્યા ગૌચરની જમીન હોવાનો દાવો કર્યો હતો. આમ સામસામે આ જમીનના હક – દાવાને લઈને બૂમ બરાડા પાડી રહ્યા હતા. જેથી મોટી માથાકૂટ થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ પોલીસે પહોંચીને આ જમીન ઉપર ખેડી રહેલા ચારેય ટ્રેક્ટર ચાલકો સહિત કુલ 28 લોકો સામે ઇપીકો કલમ 160 મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં 22 લોકોને પકડી પોલીસ ધાનેરા પોલીસ મથકમાં લઈ આવી હતી.
- કોની – કોની સામે ફરિયાદ નોધાઇ
1. મોહબતાજી ભેરાજી રાજપૂત
2. ઈસાજી લસુજી રાજપૂત
3. શેરાજી રતનાજી રાજપૂત
4. જાલાજી રૂપાજી રાજપૂત
5 ઉત્તમજી પહાડજી રાજપૂત
6. મહાદેવસિંહ બળવતાજી રાજપૂત
7. હેમાજી સરદારજી રાજપૂત
8. ભુપતસિંહ લસૂજી રાજપૂત
9. રણજીતસિંહ વેનાજી રાજપૂત
10. ભમરાજી ભૂરાજી રાજપૂત
11. રણજીતસિંહ ધોખાજી રાજપૂત
12. મલુજી રતનાજી રાજપૂત
13. ભમરાજી ચમનાજી રાજપૂત
14. ભીખાજી રૂપાજી રાજપૂત
15. ભવાજી ધુખાજી રાજપૂત
16. પતાજી ભુરાજી રાજપૂત
17. પનાજી વસનાજી રાજપૂત
18. ચંદનસિંહ ભમરસિંહ રાજપૂત
19. વેનાજી લસુજી રાજપૂત
20. બળવતાજી સમરતાજી રાજપૂત
21. મહાદેવસિંહ રત્નાજી રાજપૂત
22. મોન્ટુસિંહ ભમરાજી રાજપૂત
23. વિક્રમસિંહ ભમરાજી રાજપૂત
24. ગલબાજી રામાજી રાજપૂત
25. પહાડજી રામાજી રાજપૂત
26. જેસાજી રત્નાજી રાજપૂત
27. નાગજીભાઈ નારણભાઈ
28. રબારી રમેશભાઈ નારણભાઈ