ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુર રેલવે સ્ટેશને અટવાયેલા કચ્છના મુસાફરોને જલારામ મંદિર દ્વારા ભોજન પિરસાયું

Text To Speech

પાલનપુર: ‘બિપરજોય’ વાવાઝોડાને કારણે બનાસકાંઠા જિલ્લામાં રેલ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદ અને વાવાઝોડાને પગલે કેટલીય ટ્રેનોને રદ કરવી પડી છે. તો કેટલીક ટ્રેનોને થંભાવી દેવામાં આવી છે. જેના કારણે અસંખ્ય મુસાફરો અટવાઈ પડ્યા છે. જોકે આવા અટવાઈ ગયેલા મુસાફરોની વહારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર આવ્યું છે અને આ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી તેમને પહોંચવાના સ્થળ કે નજીકના સ્થળ સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વાવાઝોડા-humdekhengenews

જિલ્લા વહીવટ તંત્રનો સરાહનીય પ્રયાસ

બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ કચ્છ જિલ્લામાં હોઈ કચ્છ તરફનો રેલવે માર્ગ બંદ કરાયો છે. જેના કારણે પાલનપુર રેલવે સ્ટેશને કેટલાય મુસાફરો અટવાઈ પડેલા જોવા મળ્યા હતા. પાલનપુર રેલવે સ્ટેશને પણ આવા મુસાફરો અટવાઈ પડ્યા હોવાનું મંત્રી બલવંતસિંહ રાજપુતના ધ્યાને આવતાં તેમણે આ મુસાફરોને સલામતી સાથે કચ્છ મોકલવાની સૂચના આપી હતી.

જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ મુસાફરોને બસ મારફતે કચ્છ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સદાવ્રતમાં સદાયે અગ્રેસર જલારામ મંદિર પાલનપુર દ્વારા મુસાફરોને પૂરી, શાક, બુંદી અને સેવનું ભોજન આપવામાં આવ્યું હતું. પાલનપુર પ્રાંત અધિકારી અને જલારામ મંદિરના સ્વંયસેવકોએ મુસાફરોને ભોજન પીરસી વિદાય આપી હતી. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે વાહનવ્યવહાર સહિત જનજીવન ખોરવાયું છે ત્યારે તંત્રની આ ઉમદા પહેલ અને સેવાભાવનાથી મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

આ પણ વાંચો :બ્રિજભૂષણ શરણે મુસ્લિમોને લઈને કર્યો મોટો દાવો, દરેક જગ્યાએ થઈ રહી છે ચર્ચા

Back to top button