ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : કિર્તીસિંહ વાઘેલાએ આપી વાહનોનો ટોલ ટેક્સ નાબૂદ કરવાની ખાતરી

Text To Speech

પાલનપુર : દિલ્હી -કંડલા હાઇવે પર ડીસાથી સામખીયાળી નેશનલ હાઇવે નંબર 27 પર ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકોને પણ મોટી રકમ ટોલ તરીકે ચૂકવવી પડતી હોવાથી સ્થાનિક લોકોનો ટોલ નાબૂદ કરવા ઢોલ બુથ પર શુક્રવારે ધરણા અને આંદોલનનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે રાજ્ય મંત્રીની ખાતરી બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

મંત્રી કિર્તીસિંહ વાઘેલા સરકાર અને અધિકારીઓ સાથે થઇ બેઠક

નેશનલ હાઇવે નંબર 27 પર બનાસકાંઠા જિલ્લામાં ૩ ટોલનાકા નજીક નજીકના અંતરે આવતા હોવાથી વર્ષોથી જિલ્લાના વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી રહી છે .જેમાં પાલનપુર તાલુકાના ખેમાણા,ડીસા તાલુકાના મુડેઠા અને કાંકરેજ તાલુકાના ભલગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ બુથ ઉભા કરી એક જ જિલ્લામાં ત્રણ જગ્યાએ ટોલ ઉઘરાવતા સ્થાનિક લોકોને પણ જિલ્લામાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મસ મોટી ટોલની રકમ ચૂકવવી પડી રહી છે.

ટોલ-ટેક્સ

ઘણા સમયથી જિલ્લાના વાહનોને ટોલ બુથમાંથી મુક્તિ આપવાની માંગણી ચાલી રહી હતી. પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પ્રત્યુતર ના આપતા ડીસાના મુડેઠા ખાતે ટોલ બુથ પર ધરણા ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો. અને જિલ્લાના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવા અભિયાન શરૂ કરાયું હતું.

ટોલ-ટેક્સ

જેમાં રાજ્ય મંત્રી અને કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ ટોલ બૂથ પર આંદોલન કરી રહેલા સ્થાનિક લોકો સમક્ષ જઈ સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ મળે તે માટે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને સરકાર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી ટોલ નાબૂદ કરાવવાની ખાતરી આપી હતી. જેના કારણે સ્થાનિકોએ ધરણાનો કાર્યક્રમ સમેટી લીધો હતો.

Back to top button