બનાસકાંઠા : અંબાજીમાં ખાટું શ્યામ બાબાની યોજાઈ ભજન સંધ્યા
- મોટી સંખ્યામાં ભક્તો ભજનમાં જોડાયા
- બાબા ખાટું શ્યામની ભક્તિના રંગે રંગાઈ નૃત્ય કર્યા
પાલનપુર : ધર્મ નગરી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે દૂર દૂરથી માઇ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવા અને આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે.
ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે અનેક ધાર્મિક પ્રસંગો યોજાતા હોય છે. જેમાં યાત્રાધામ અંબાજી ખાતે આવેલી અગ્રવાલ વાટિકામાં ભગવાન ખાટું શ્યામ બાબાની ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં બાબા ખાટું શ્યામના ભક્તો આ ભજન સંધ્યામાં જોડાઈ ભક્તિના રંગે રંગાયા હતા. અમદાવાદના પ્રખ્યાત ગાયિકા જ્યોતિ શર્મા અને વૃંદાવનના શ્યામ બાબાના ગાયિકા મીનું શર્મા દ્વારા ખાટું શ્યામનાં ભજનો ગાવામાં આવ્યા હતા. તેમના ભજનો સાંભળતા શ્રોતાઓ મંત્ર મુગ્ધ બન્યા હતા. અને મોડી રાત્રી સુધી ભજનોનો આનંદ માણ્યો હતો. અંબાજીના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં આ ભજન સંધ્યાનો લાભ લીધો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના રાણપુર ગામે જમીન ન હોવા છતાં અસરગ્રસ્તોને જમીન ફાળવવાના હુકમ સામે ફરિયાદ