ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: બનાસ નદીમાં પાણી આવતા કંબોઈ- ઉંબરી રોડ કરાયો બંધ

Text To Speech

પાલનપુર: રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાંથી અત્યારે છ દરવાજા ખોલીને નદીના પટમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. છ દિવસ અગાઉ નદીના પટમાં છોડવામાં આવેલું પાણી રાણપુર, ડીસા થઈને હવે શિહોરી ના કંબોઈ પહોંચ્યું છે. ત્યારે પાટણ શિહોરી માર્ગ પર બનાસ બ્રીજ ની બાજુમાં આ વિસ્તારનાં વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન વાળો રસ્તો નદીના પટમાં બનાવવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટરે ડાયવર્ઝન માટે બહાર પાડ્યું જાહેરનામું

પરંતુ નદીમાં પાણી આવતા આ ડાયવર્ઝનવાળા રસ્તા ઉપર નદીના પાણી વહી રહ્યા છે. પરિણામે રસ્તા ઉપર નદીના પ્રવાહમાં કોઈ જાનહાની સર્જાય નહીં તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. અને આ માર્ગ ઉપર ડાયવર્ઝનની બંને તરફનો માર્ગ બંધ કરીને પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, અને તાત્કાલિક અસરથી ડાયવર્ઝનવાળા માર્ગને અત્યારે બંધ કરવામાં આવ્યો છે.

જ્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રીતે હવે શિહોરી થરા, રોડા, દુનાવાડાથી પાટણ માર્ગ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જ્યાંથી વાહનોની અવરજવર થઈ શકશે તેમ જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : મણિપુર ઘટના મામલે CBIને હવે સોપી FIR, આરોપીઓની કરશે પૂછપરછ

Back to top button