ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : કલ્યાણ રબારીની મહેનત રંગ લાવી, 800 ખેડૂતોને થઈ શકે છે ફાયદો

Text To Speech
  • રજૂઆત બાદ સરકારના મેહસૂલ વિભાગ દ્વારા લેવાયો નિર્ણય

પાલનપુર : બનાસકાંઠામાં તાજેતરમાં રાજસ્થાનના પંચપદરાથી ચંડિસર એટલેકે બાડમેર – પાલનપુર સુધી એચ.પી.સી.એલ.કંપનીની પાઇપલાઇનનું ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમ્યાન બનાસકાંઠા જિલ્લાના લગભગ ૮૦૦ ખેડૂતોના ખેતરોમાં કંપની દ્વારા પાઇપલાઇન નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું.

ખોદકામ બાદ ખેડૂતોને જમીન સંપાદનમાં જમીન વળતર, પાક, ઝાડ અને બાંધકામના આપવામાં આવી રહેલા વળતરને લઈ ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. જેને પગલે ડીસાના એક જાગૃત ખેડૂતે સમગ્ર મામલાનો અભ્યાસ કર્યો હતો. અને અભ્યાસ બાદ ગુજરાત સરકારમાં છેલ્લા બે વર્ષથી રજૂઆત કરતાં કરી રહ્યા હતા. જેમાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને કંપનીને નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ડીસાના રાણપુરમાં રહેતાં કલ્યાણ રબારી નામના ખેડૂત દ્વારા રાજ્ય સરકારમાં કરવામાં આવેલી રજૂઆત બાદ સરકારના મેહસૂલ વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી બનાસકાંઠા જિલ્લાના ૮૦૦ ખેડૂતોને લગભગ ૮થી દશ કરોડનું વળતર મળશે. ત્યારે આ જમીન વળતરમાં જમીન સંપાદન અધિનિયમ -2013 મુજબની જોગવાઈઓ 100ટકા સોલેસિયમ રકમ ને લઈને બે વર્ષ થી લડત ચાલી રહી હતી. જેમાં માટે રાજ્ય સરકારનું માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. સમગ્ર મામલામાં પાલનપુર પ્રાંત અધિકારી હવે ખેડૂતોના હિતમાં હુકમનો વહેલી તકે અમલ કરાવે તેવી આશા ખેડૂતોમાં વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો : પંચમહાલ : પાવાગઢ દર્શને આવતાં દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત, 10 વ્યાકિતઓ ઈજાગ્રસ્ત

Back to top button