ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : જન જાગરણ રથ મોડાસા પહોંચતા ભવ્યાતિભવ્ય સ્વાગત

Text To Speech
  • મોડાસાના પ્રત્યેક ગામોમાં વિચાર ક્રાંતિના એંધાણ મુકાશે.
  • ગાયત્રી પરિવારની સંસ્થાપક માતા ભગવતી દેવી શર્માની જન્મ શતાબ્દિની ઉજવણી 

પાલનપુર 30 ડિસેમ્બર, 2023ઃ પાલનપુર ખાતે 30 ડિસેમ્બરના રોજ શુક્રવારે સાંજે જન જાગરણ રથ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા 2026 નું વર્ષ અનેક રીતે આધ્યાત્મિક આયોજનો માટે મહત્વનું વર્ષ રહેશે. 1926માં માતા ભગવતી દેવી શર્માનો જન્મ તેમજ આગ્રા જિલ્લાના નાના ગામ આંબલખેડા ખાતે ગાયત્રી પરિવારના જનક પંડિત રામ શર્મા આચાર્યજીના માતા દાનકુંવરીબા દ્વારા અખંડ દીપ પ્રગટ થયેલ. જે હાલમાં પણ પ્રજ્જ્વલીત છે.

જેની પ્રકાશ પ્રેરણાથી ગાયત્રી પરિવારના સોળ કરોડથી પણ વધુ સાધકો વિચાર ક્રાન્તિ માટે કાર્યરત છે. જેની જન્મ શતાબ્દી મહોત્સવના પ્રારંભિક ચરણમાં આધ્યાત્મિક તથા માનવીય સદગુણોની જન જાગૃતિ માટે અભિયાન ચલાવાઈ રહેલ છે.

આ માટે ધર્મ રથ 29 ડિસેમ્બર શુક્રવારે સાંજે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાયત્રી પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં. સૌએ મંત્રોચ્ચાર, પૂજન આરતી સાથે રથની વધામણી કરી. જયઘોષના નારાઓથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું.

જન શતાબ્દી 2026 ના વર્ષ સુધીમાં મોડાસા ક્ષેત્રના ગામેગામ આ ધર્મ રથ વિચાર ક્રાન્તિ જન જાગરણ માટે પરિભ્રમણ કરશે. આ પ્રસંગે મોડાસા ગાયત્રી પરિવારના પ્રમુખ ધર્માભાઈ પટેલ, મંત્રી કાન્તિભાઈ ચૌહાણ, ગુજરાત યુવા સંયોજક કિરિટભાઈ સોની, અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા, અમૃતભાઈ પટેલ, નવિનભાઈ ત્રિવેદી, રાજુભાઈ પટેલ, કાન્તિભાઈ પટેલ સહિત અનેક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં.

આ પણ વાંચો : સુરતમાં રખડતા શ્વાનનો આતંક, સવાર સવારમાં બાળકથી લઈ આધેડ વયના લોકોને બચકાં ભર્યાં

Back to top button