ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ચાલીસ ટન કોઇલ ભરી જયપુર જતું ટ્રેલર ડીસા ઓવરબ્રિજ પર પલટ્યુ

Text To Speech

પાલનપુર :ડીસામાં આખોલ ચાર રસ્તા ઓવરબ્રિજ પર આજે (સોમવારે) લોખંડની કોઇલ ભરેલુ ટ્રેલર પલટી ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ટ્રાફિક જામ થતા નેશનલ હાઇવે ઓથોરિટી અને અદાણી કંપની હાઇવે પેટ્રોલીંગની ટીમ અકસ્માત સ્થળે પહોંચી ટ્રેલરને ક્રેનની મદદથી સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

હાઇવે પેટ્રોલીંગની ટીમે ટ્રેલરને ક્રેનની મદદથી સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો

 ટ્રેલર પલટ્યુ-humdekhengenews

ગાંધીધામથી એક ટ્રેલર 40 ટન કોઇલ ભરી જયપુર તરફ જઈ રહ્યું હતું. જે ડીસામાં આખોલ પાસે આવેલ બ્રિજ પરથી પસાર થઈ રહી હતું, તે સમયે આગળ જઈ રહેલા કારચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેલર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને ટ્રેલર પલટી ખાઈ જતા અકસ્માત સજાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો. બનાવની જાણ થતા જ નેશનલ હાઈવે ઓથોરિટી અને અદાણી કંપની હાઇવે પેટ્રોલીંગ ની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને અકસ્માત ગ્રસ્ત ટ્રેલરને ક્રેનની મદદથી સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

 ટ્રેલર પલટ્યુ-humdekhengenews

ઉલ્લેખનીય છે કે આખોલ પાસે આવેલ બ્રિજ પર ભયજનક વળાંક છે અને અગાઉ સ્પીડ બ્રેકર બમ્પ મૂકવામાં આવ્યા હતા પરંતુ આ રોડ પર રીસર્ફેસિંગનું કામ થયા બાદ બમ્પ નીકાળી દેવામાં આવ્યા છે. જેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો થયા કરે છે ત્યારે આ વળાંકમાં ફરી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો આવા અકસ્માતોને અટકાવી શકાય તેમ છે.

આ પણ વાંચો :IPL 2023 RCB vs CSK : કેપ્ટન કૂલ અને કોહલી આમને-સામને ટકરાશે, ધોનીના રમવા પર સસ્પેન્સ

Back to top button