બનાસકાંઠા : ડીસામાં પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી વેચતો ઈસમ ઝડપાયો


- રૂ 150 ની 230. ફિરકીઓ ઝડપાઇ
બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરી અને પતંગ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનું અનેક જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા એસ.જી ટીમ આ જાહેરનામાનો અમલ કરાવવા મેદાને ઉતરી છે. જેમાં એસઓજી પોલીસે ડીસામાં ચાઈનીઝ દોરી વેચતા એક ઈસમને ઝડપી 11500 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
ડીસામાં આગામી મકર સંક્રાંતિનાં પર્વને અનુલક્ષીને પતંગ દોરીનાં વેપારીઓ અને તેનાં ગ્રાહકો લોકો માટે જીવલેણ બની રહેતી ચાઇનીઝ – પ્લાસ્ટીક દોરી અને ચાઇનીઝ તુક્કલો – પતંગ વેચવા કે ખરીદવા પર બનાસકાંઠા જિલ્લા પ્રશાસને જાહેરનામા દ્વારા પ્રતિબંધ મુક્યો હોવા છતાં ડીસામાં તેનું ધુમ વેચાણ થઇ રહ્યું છે .
આ અંગેની વિગતો એવી છે કે , બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમી આધારે ડીસાના રાણપુર રોડ પર રેજીમેન્ટ વિસ્તારમાં પતંગ દોરીનો ધંધો કરતાં અને ડીસાના રેજીમેંટ માં રહેતા જયદીપ છગનભાઈ માજીરાણા ની લારીમાંથી ચાઇનીઝ દોરીની ફીરકી 230 નંગ રૂ. 11500 ની કિંમતનાં 23 બોક્સ જપ્ત કર્યા હતા. આ અંગે તેની સામે IPC 188 મુજબ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : પાલનપુર : વડગામના મોરિયામાં ગામતળની જમીન ઉપર દબાણ કરી પચાવી પાડવાની પેરવી