બનાસકાંઠા વિકાસની ગાથા લખી રહ્યું છે : વડાપ્રધાન મોદી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના સરહદી જિલ્લા એવા થરાદ ખાતે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશાળ જનસભા યોજાઈ હતી. આ જનસભામાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
થરાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદી મોરબીમાં બનેલી કરુણ ઘટનાને લઈ ભાવુક થયા હતા. તેમને રવિવારે મોરબીમાં બનેલી ઘટનામાં જેમને સ્વજનો અને બાળકોએ જીવ ગુમાવ્યા છે તેમના પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આપણા સૌની સંવેદનાઓ આ પીડિત પરિવારો સાથે છે. તેઓએ આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને અન્ય મંત્રીઓ શક્ય તેટલા રાહતના કાર્યમાં મદદ માટે કેવડીયાથી તુરંત ત્યાં પહોંચ્યા છે. અને હું તેમના સતત સંપર્કમાં છું.
આ પણ વાંચો : 1 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર, જાણો-ખિસ્સા પર કેટલી થશે અસર?
રૂ. 8034 કરોડના જળ પ્રકલ્પનું ખાતમુહૂર્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ દુઃખદ ઘટનામાં હતી પરંતુ હું દ્વિધામાં હતો કે, વિકાસના કામ અને જળ પ્રકલ્પનો કાર્યક્રમ કરું કે ના કરુ. પરંતુ કર્તવ્યભાવે આજે તમારી વચ્ચે આવ્યો છું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો આજે વિકાસની ગાથા લખી રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે થરાદ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત માટે પાણીની રૂપિયા 8 કરોડ હજાર કરોડ રૂપિયાની પરીયોજનાથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત છ જિલ્લાની બે લાખ એક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળવાની છે. તેઓએ બનાસકાંઠા જિલ્લાની ભૂતકાળની સ્થિતિને પણ યાદ કરી હતી. અગાઉ 20 થી 25 વર્ષ પહેલા જે સ્થિતિ હતી તેમાં અત્યારે આવેલું પરિવર્તન ઉડીને આંખે વળગે છે. તેમને અહીંના લોકોની મહેનતને બિરદાવી હતી.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની સુકી ધરતી અને પાણી ફ્લોરાઇડ વાળા પાણી હોવાથી લોકોના દાંત પીળા પડી જતા હતા આ આ વિસ્તારમાં ખેતી માટેના પાણીની પણ મુશ્કેલી હતી. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે જળશક્તિ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. અને વરસાદનું પાણી દરિયામાં વહી ન જાય તેમજ તળાવ ઊંડા થાય, તેમજ સુજલામ -સુફલામ યોજના અમલમાં મૂકી હતી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ અત્યારે ટીપે ટીપે સિંચાઈ કરીને હોલ્ટિકલ્ચર એગ્રીકલ્ચરમાં દેશમાં નામ રોશન કર્યું છે. ખેડૂતોએ ટપક સિંચાઈની વાતને સ્વીકારી લીધી હતી. આખા દેશનું ધ્યાન ખેંચાય તે રીતે સૂક્ષ્મ સિંચાઈ, ટપક પદ્ધતિ ખેડૂતો અપનાવી રહ્યા છે. જેમને મને સાથ આપ્યો છે તેમને હું નમન કરું છું.
કૉંગ્રેસના ગેલોતની ટીકા કરી
પ્રધાનમંત્રી મોદીએ એમ જણાવ્યું હતું કે જ્યારે ગુજરાત સરકાર સુજલામ- સુફલામ યોજના બનાવી રહી હતી. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી (અશોક ગેલત)એ તે સમયે આ કામગીરીનો પત્ર લખીને વિરોધ કર્યો હતો છતાં સરકારે આ કેનાલ બનાવી હતી.
તળાવો છલોછલ ભરાશે
બનાસકાંઠા જિલ્લાના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાના પાણી ભરીને તેને લબા લબ કરાશે તેવો વિશ્વાસ પણ પ્રધાનમંત્રી એ આપ્યો હતો. પરિણામે પાટણ, વડગામ અને ખેરાલુ તાલુકામાં પાણીની સમસ્યા દૂર થશે.
આ પણ વાંચો : મોરબી દુર્ઘનામાં 143 લોકોનો ભોગ લેનારા ઝડપાયા, હવે સત્ય બહાર આવશે
ફૂડ પ્રોસેસિંગમાં ભારત સરકારની આર્થિક મદદ
ફળફળાદીના ઉત્પાદકોની આર્થિક તાકાત વધારવા માટે તેમજ ઉદ્યોગના સ્વરૂપે મહિલાઓની મંડળીઓને આર્થિક સહયોગ મળી રહે તે માટે ભારત સરકાર ફૂડ પ્રોસેસિંગમાં નાના-નાના સંગઠનો આર્થિક મદદ પણ કરી રહી છે. તેમજ જંગલમાં ઉત્પાદન થતી વન પેદાશોમાં પણ મહિલાઓને જોડવા આવ્યા છે. તેઓએ કિસાન નિધિ દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાવવામાં આવી રહ્યા હોવાનું પણ ઉમેર્યું હતું. જ્યારે સમગ્ર દેશમાં અલગ -અલગ પ્રકારના નામે જે ખાતરો વેચાય છે તેનું હવે એક જ નામ ‘ભારત’ કરવામાં આવશે અને આ નામથી જ ખાતર મળશે તેમ પણ જણાવ્યું હતું. તેઓએ ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેને લઈને કિસાનોને સાત્વિક ખાતર મળે તે માટે સરકાર કામ કરી રહી હોવાનું ઉમેર્યું હતું.
સરહદના ગામ બનશે ‘વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ’
સરહદી ગામોને ‘વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ’ હેઠળ જોડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં વાયુસેનાનું મોટું કેન્દ્ર બની રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે મોટું સુરક્ષાનું ક્ષેત્ર અહીંયા બની રહ્યું છે અને તે આગામી સમયમાં રોજગારનું કેન્દ્ર પણ બની રહેશે. નડાબેટ તેનું જીવંત ઉદાહરણ છે. જ્યારે સીમાવર્તી ગામડાઓના વિકાસ માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.જેમાં ‘વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ’ હેઠળ આ ગામોને જોડવામાં આવશે. તેઓએ ડબલ એન્જિન સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ સાથે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. થરાદ ખાતે યોજાયેલા આ સમારોહમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે!, વહીવટી તંત્રએ કર્યો મોટો ખુલાસો