બનાસકાંઠા: ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસની ઉજવણી
બનાસકાંઠા 26 જૂન 2024 : તારીખ 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ડીસામાં પોલીસ વિભાગ દ્વારા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ માં એનસીસીના બાળકોને ડ્રગ્સ નિષેધ દિવસની તેમજ કાયદાની સમજ આપવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા પોલીસ ના એસોજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ નિમિત્તે નશાબંધી અને નશા વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ માં એસ.ઓ.જી પીએસઆઇ એસ.એમ.પાંચિયા, ડીસા વુમન એએસઆઈ કુંદનબા ગોહિલ, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ અને મનોજભાઈ દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને નશા અને ડ્રગ્સ થી સમાજમાં ફેલાતા દુષણ તેમજ શારીરિક, આર્થિક અને પારિવારિક રીતે બરબાદી વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઇન્ડિયન પીનલ કોડ તેમજ તેમાં ઉમેરેલા નવા કાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ફાધર ગેલેસીસ રાજ, વહીવટી મેનેજર ભરતભાઈ ખડેલીયા, રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા શિક્ષક ચંદુભાઈ એટીડી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદઃ “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ અંતર્ગત મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્ય અમિત શાહ હાજર રહી વૃક્ષારોપણ કર્યું