ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં 31st ને લઈને પોલીસ દ્વારા કરાયું સઘન વાહન ચેકિંગ

Text To Speech

પાલનપુર  31 ડિસેમ્બર 2023 : 31stને લઈને રાજ્યભરમાં ઢેર-ઢેર ગુજરાતના લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે. જોકે નવા વર્ષની ઉજવણીના નામે કેટલાક લોકો દારૂનું સેવન કરતા હોય છે. તો કેટલાક લોકો જે રાજ્યોમાં લીકરની છૂટ છે ત્યાં પહોંચી જતા હોય છે, પરંતુ ડીસા શહેરમાં કોઈપણ લોકો દારૂ પીને વાહન ના ચલાવે અને દારૂનું સેવન ના કરે તેમજ દારૂનો જથ્થો શહેરમાં ન આવે તે માટે દક્ષિણ પોલીસની ટીમ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે.

ડીસા DYSP ડો. કુશલ ઓઝાની સૂચનાથી શહેર દક્ષિણ PI ના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ દ્વારા શનિવાર અને રવિવારે સતત બે દિવસ 31 ડિસેમ્બરને લઈ ખાસ વાહન ચેકિંગ અને પ્રોહિબિશનની ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે ડીસા શહેરના રાજમંદિર સર્કલ,રેલવે સ્ટેશન ચાર રસ્તા, મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ચાર રસ્તા સહિતના અન્ય મુખ્ય સર્કલ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દક્ષિણ પોલીસની હદમાં આવતા અન્ય વિસ્તારોમાં પણ ખાસ પેટ્રોલિંગ કરી દારૂનું સેવન કરી વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી માટે પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરાયું છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ પ્રોહિબિશનને લગતા અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ સતર્ક બની ગઇ છે.

આ પણ વાંચો : સાવધાન: ગુજરાતમાં કોરોના વકર્યો, એક્ટિવ કેસની સંખ્યા 66 પહોંચી

Back to top button