ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ખનીજ વાહનોમાં GPS સિસ્ટમ લગાવવાની કામગીરી પૂરજોશમાં

Text To Speech
  • GPS સિસ્ટમ ન લગાવતા રોયલ્ટી પાસ ઇસ્યુ થતા નથી

પાલનપુર 17 ડિસેમ્બર : ડીસામાં રેતી કપચી સહિત ખનીજનું વહન કરતાં વાહનોમાં GPS સિસ્ટમ લગાવવાના સરકારના નિર્ણય બાદ પણ અનેક ટ્રાન્સપોર્ટરો દ્વારા વાહનોમાં GPS  ન લગાવતા રોયલ્ટી પાસ ઇસ્યુ થતા ન હોવાથી હવે GPS સિસ્ટમ લગાવવા વાહનોની કતારો લાગી છે. રાજ્ય સરકારે અગાઉ બે વખત GPS સિસ્ટમ લગાવવા મુદ્દત વધારીને અલ્ટીમેટ આપ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ખનીજ ચોરી રોકવા ખનીજ વહન કરતા વાહનોમાં GPS સિસ્ટમ ફરજિયાત પણે લગાવવાનો આદેશ કર્યો છે. તેમજ જે વાહનો GPS સિસ્ટમ સાથે રજીસ્ટ્રેશન ન થયું હોય તે વાહનોના રોયલ્ટી પાસ ન નીકળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. સરકારે વાહનોમાં GPS લગાવવા માટેની મુદ્દત 30 સપ્ટેમ્બરથી વધારીને 15 ડિસેમ્બર સુધીની કરી હતી. આ દરમિયાન રાજ્યભરના લીઝ હોલ્ડરો, ટ્રાન્સપોર્ટરો દ્વારા સરકારમાં રજૂઆત કરી આ નિર્ણય પાછો ખેંચવા રજૂઆત કરી હતી અને સરકાર આ નિર્ણય પ્રત્યે હકારાત્મક પ્રતિસાદ આપશે તેવી આશાએ અનેક વાહનોમાં GPS સિસ્ટમ લગાવી ન હતી.

જો કે, સરકાર દ્વારા 15 ડિસેમ્બર બાદ GPS સિસ્ટમ સાથે રજીસ્ટ્રેશન ન હોય તેવા વાહનોનો રોયલ્ટી પાસ નીકળવાનો બંધ કરી દીધો છે. જેના કારણે ડીસા સહિત રાજ્યભરમાં ખનીજ વહન કરતા વાહનોમાં GPS સિસ્ટમ લગાવવા લાઈનો લાગી છે. હાલ GPS સિસ્ટમ લગાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જ્યારે ડીસા પાસે બનાસનદીમાં અન્ય રાજ્યોમાંથી રેતી કપચી સહિત ખનીજ ભરવા આવેલા વાહનો પણ અટવાઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી રોયલ્ટી પાસ ન નીકળવાના કારણે અનેક વાહનો થંભી ગયા છે.

સરકારે ખનીજ વાહનોમાં GPS સિસ્ટમ લગાવવા નવ જેટલી ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપેલો છે, પરંતુ કંપનીઓ પાસે પણ GPSની ડિવાઇસ ઉપલબ્ધ ન હોવાથી વાહન માલિકો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં બે અલગ-અલગ અકસ્માતમાં બે યુવકોના મૃત્યુ

Back to top button