ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં ભાડા સહાય માટેની પ્રકિયાનો પ્રારંભ

Text To Speech

પાલનપુર: રાજ્ય સરકારે બટાટા કોલ્ડ સ્ટોરેજમાં ભાડા સહાય માટે પ્રતિ કિલોએ એક રૂપિયાની જાહેરાત કર્યા બાદ હવે ઓનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ થયું છે. જેના માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાનું શરૂ કર્યું છે.

સરકાર કોલ્ડ સ્ટોરેજમાં મુકેલ બટાટા અને ભાડામાં સહાય આપશે

ગુજરાતમાં ચાલુ વર્ષે બટાટા પકવતા ખેડૂતોને ભાવ ન મળતા સરકાર પાસે સહાયની માગ કરી હતી અને સરકારે કોલ્ડ સ્ટોરેજ ભાડામાં પ્રતિ કિલોએ એક રૂપિયો આપવાની જાહેરાત કરી હતી. જોકે આ સહાયથી ખેડૂતોને ભાડામાં મહદઅંશે ફાયદો થશે. ત્યારે સરકારની જાહેરાત બાદ હવે ઓનલાઇન અરજી સ્વીકારનું શરૂ થયું છે.

ખેડૂતો આગામી 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

જેમાં ખેડૂતને વિવિધ ડોક્યુમેન્ટ રજૂ કરવાના થાય છે અને બાદમાં ડોક્યુમેન્ટની અસલ કોપી સાથે બાગાયત કચેરી પાલનપુર અને ડીસા ખાતે અરજી સ્વીકારવામાં આવી રહી છે. ગત 6 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જોકે આ સહાયથી ખેડૂતને પ્રતિ બેગે રૂ. પચાસની રાહત થશે એટલે કે સ્ટોરેજના ભાડામાં મોટી રાહત મળશે. સરકારે ઓનલાઇન અરજી કરવાનું કહેતા ગામડાના ખેડૂતો આમતેમ અરજી માટે દોડી રહ્યા છે. જોકે ખેડૂતો પાસે ઓનલાઇન અરજીનો અનુભવ ન હોવાના કારણે હાલ મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો ક્યાંક એકબીજાનો સહારો લઈ અરજી કરી રહ્યા છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: આંબેથા રમેલમાં કેમિકલયુક્ત ધૂપના ધુમાડા, હેલોજન લાઇટથી 200 લોકોની આંખો સૂજી, 15ની બિડાઇ ગઇ

Back to top button