ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુર ઇનરવ્હિલ ક્લબનો યોજાયો પદ ગ્રહણ સમારોહ

Text To Speech

પાલનપુર: ઇનરવ્હિલ કલબના નવીન હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ રોટરી હોલ ખાતે યોજાયો હતો. જેમાં નવીન હોદ્દેદારોને પદગ્રહણ કરાવવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરો તેમજ સારી ટકાવારી મેળવી પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું હતું.

નવીન હોદ્દેદારો દ્વારા નિષ્ઠાથી કામ કરવાના સંકલ્પ લીધા

પાલનપુર ઇનરવ્હિલ ક્લબ દ્વારા નવીન હોદ્દેદારો ની તાજેતરમાં વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે રાની ગુપ્તા, ઉપપ્રમુખ તરીકે સુરેખાબેન શાહ, મંત્રી તરીકે ભાવનાબેન અખાણી, આઇએસઓ નીલમબેન પરીખ, ખજાનચી શોભાબેન સોની,સીસી મેમ્બર નિમિષાબેન મોગરાની વરણી કરવામાં આવી છે.

પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે આવેલ રોટરી હોલમાં યોજાયેલા પદ ગ્રહણ સમારોહમાં તમામ હોદ્દેદારોએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ક્લબના તબીબો તેમજ ઉચ્ચ ટકાવારી મેળવી પાસ થયેલા વિદ્યાર્થીઓનું કલબ વતી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન રમીલાબેન રાઠોડ, ઇસ્ટોલેશન ઓફિસર મધુરીબેન મહેતા સહિત મોટી સંખ્યામાં ક્લબના ઇનરવ્હિલ બહેનો અને રોટરીના સભ્યો તેમજ અન્ય કલબોના પ્રમુખ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે તાપી ખાતે શાળાના બાળકો સાથે ભોજન કર્યું

Back to top button