ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા લાયન્સ ક્લબ ના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ યોજાયો

Text To Speech

બનાસકાંઠા 23 જૂન 2024 : ડીસા શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ ડીસા ના વર્ષ 2024 – 25 ના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ લાયન્સ હોલ ડીસા ખાતે યોજાયો હતો. ડીસામાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી લાયન્સ ક્લબ ઓફ ડીસાના વર્ષ 2024 – 25 ના પ્રમુખ તરીકે સુરેશભાઈ કોઠારી, માનદ મંત્રી તરીકે નિલેશભાઈ કંસારા અને ખજાનચી તરીકે કલ્પેશભાઈ સોની સહિત અન્ય નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો .

જેમાં પાસ્ટ ડિસ્ટ્રીક ગવર્નર સુભાષભાઈ દાસાણીએ નવા હોદ્દેદારોને શપથ અપાવીને પદગ્રહણ વિધિ કરાવી હતી. આ પ્રસંગ પાસ્ટ ડિસ્ટ્રીક ગવર્નર જગદીશભાઈ અગ્રવાલ, રાજસ્થાન હોસ્પિટલના કો. ચેરમેન બાબુભાઈ શાહ, બનાસકાંઠા વિશા ઓસવાલ સંઘ પુનાના અધ્યક્ષ રાજમલ સંઘવી, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્યો ગોવાભાઇ દેસાઈ, શશીકાંત પંડ્યા, નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે લાયન્સ ક્લબના વર્તમાન પ્રમુખ મનીષભાઈ શાહ અને રમેશભાઈ બી.માળીએ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. નવા હોદ્દેદારોએ પદગ્રહણ કરી આગામી સમયના પ્રોજેક્ટ પર ફોકસ કર્યું હતું. આ પ્રસંગે પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નરોએ લાયન્સ ક્લબની સ્થાનિક અને ઇન્ટરનેશનલ લેવલે થતી સેવાકીય પ્રવૃત્તિઓ વર્ણવી હતી. સમારંભમાં મોટી સંખ્યામાં ડીસા શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો, સેવાભાવી સંસ્થાના કાર્યકરો, વેપારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આ કામોને આપી મંજૂરી

Back to top button