ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠાના કલેકટરે બિપરજોયના પગલે નાગરિકોને આપ્યો ખાસ સંદેશ

Text To Speech

પાલનપુર: સમગ્ર ગુજરાત રાજ્યને ઘમરોળી રહેલા બીપરજોય વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યભરમાં એલર્ટની સ્થિતિ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 15 જૂન થી 17 જૂન સુધી વાવાઝોડા સહિત ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હોવાના પગલે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા બનાસ અને સીપુ નદીના કાંઠાના ગામોની મુલાકાત લઇ તલાટી સરપંચ સહિત ગ્રામજનોને સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.

ગામમાં સર્વે કરવા, કાચા મકાનો ની યાદી બનાવવા તેમજ ઢોરોને ખુલ્લા રાખવા સૂચના

બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે બિપર જોય વાવાઝોડાના પગલે બનાસકાંઠા માંથી પસાર થતી બનાસ અને સીપુ નદીની કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ડીસાના નાયબ કલેકટર નેહાબેન પંચાલ, ડીસા ગ્રામ્ય મામલતદાર ડો. કિશનદાન ગઢવી, ડીસા સીટી મામલતદાર એસ.એમ. બોડાણા, ડીસા ટીડીઓ આર.એન. રાજપુત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેકટરે ભડથ ગામની મુલાકાત લઈ ભડથ બનાસ નદીમાં પણ રૂબરૂ જઈ માહિતી મેળવી હતી.

એલર્ટની સ્થિતિ-humdekhengenews

જિલ્લા કલેકટરે ભડથ ગામની વસ્તી, ગામમાં ઢોરો ની સંખ્યા, કાચા મકાનોની સંખ્યા વગેરેની યાદી બનાવી તેમજ ગામમાં આપત્તિ સમયે કઈ રીતે સૂચનાઓ લોકો સુધી પહોંચે છે તે અંગે માહિતી મેળવી હતી. જે અંગે તલાટીએ ગ્રામ પંચાયતના whatsapp ના ગ્રુપો દ્વારા, ડેરી દ્વારા તેમજ પ્રાથમિક શાળા દ્વારા તેમજ જરૂર પડે ગામમાં ઢોલ પીટીને માહિતી પહોંચાડતી હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરે નદીમાં પાણી વધુ આવે તો ઢોરોને ખુલ્લા મુકવા પણ સૂચના આપી હતી.આ સિવાય કલેકટર સહિત અધિકારીઓની ટીમે ડીસા તાલુકાના છત્રાલા અને સદરપુર સહિતના ગામોની મુલાકાત લઈ વાવાઝોડા અંગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી હતી.

આ પણ વાંચો :જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામ લોકોએ જ આગવી રીતે કરી તૈયારી

Back to top button