ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના વાસણામાં દીકરીની સગાઈમાં ભાઈને ન બોલાવતા ધીંગાણું ખેલાયું

Text To Speech
  • સગા બે ભાઈના પરિવારો વચ્ચે મારામારી
  • મહિલાઓ સહિત 9 ઈજાગ્રસ્ત

પાલનપુર  : ડીસા તાલુકાના વાસણા ગામે સગાઈમાં ન બોલાવવા બાબતે સગા બે ભાઈઓના પરિવાર વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં પટણી સમાજના એક જ પરિવારના 9 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.ડીસા તાલુકાના વાસણા ગામે રહેતા પ્રવીણ પટણીની દીકરીનો સગાઈ પ્રસંગ ચાલી રહ્યો હતો. તે બાબતની જાણ થતા જ મોટાભાઈ રામુ પટણી પ્રવીણના ઘરે પહોંચ્યા હતા અને સગાઈમાં કેમ ન બોલાવ્યા તે બાબતે બોલાચાલી થઈ હતી. બંને પરિવારોએ બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાઈ ગયેલા બંને ભાઈના પરિવારો વચ્ચે સામસામે મારામારી થઈ હતી. તલવાર અને ધોકા વડે સામસામે મારામારી થતા મહિલાઓ સહિત નવ જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં તેમના ઘરે દોડી આવ્યા હતા અને બંને પરિવારોને વધુ ઝઘડામાંથી છોડાવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

કોને – કોને ઇજા થઇ

રામુ રાજનભાઈ પટણી
કાસુબેન રાજનભાઈ પટણી
ભરત રાજનભાઈ પટણી
કંકુબેન રામુભાઈ પટણી
દશરથ રામુભાઈ પટણી
રાજન ચકાભાઈ પટણી
રાહુલ પ્રવીણ પટણી
પ્રવીણ રાજુભાઈ પટણી
વિશાલ પ્રવીણ પટણી

આ પણ વાંચો : બનાસકાંઠા : રૂપપુરા -પારપડા રોડ ઉપર રેલવે નાળામાં વરસાદી પાણી ભરાયું

Back to top button