ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: વરસતા વરસાદમાં શંકરભાઇ ચૌધરીએ થરાદના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ લોકોને હૂંફ પુરી પાડી

પાલનપુર: બિપરજોય વાવાઝોડું છેલ્લા બે દિવસથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે. આ વાવાઝોડાના લીધે હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પર વ્યાપક અસર થઇ છે. ભારે વાવાઝોડા અને ધોધમાર વરસાદની સ્થિતિમાં થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાની પ્રજાના લોકસેવક તરીકે સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

 થરાદના ગ્રામ્ય વિસ્તાર-humdekhengenews

સાંચોર નેશનલ હાઇવે, લુણાવા, ડોડીયા, લાલપુર, ટરુવા, દેતાલ, ડુવા, ભીમગઢ, સિધોતરા અને પાવડાસણ ગામના લોકો ને મળ્યા

સમગ્ર જિલ્લામાં ગઇકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં પણ સાચા લોકસેવક તરીકે પ્રજાની વચ્ચે રહેનાર અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ આજે વહેલી સવારે વરસતા વરસાદમાં થરાદની સોામનાથ સાોસાયટી, થરાદમાંથી પસાર થતાં સાંચોર નેશનલ હાઇવે અને લુણાવા, ડોડીયા, લાલપુર, ટરુઆ, દેતાલ, ડુવા, ભીમગઢ, સિધોતરા અને પાવડાસણ ગામની મુલાકાત લઇ જ્યાં વરસાદી પાણી ભરાયા છે તેવા વિસ્તારના લોકોને મળી હૂંફ અને સાંત્વના પુરી પાડી હતી. જ્યાં વરસાદી પાણીનો ભરાવો હોય ત્યાં સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક પાણી નિકાલ માટે કામગીરી કરવા અધ્યક્ષએ સૂચન કર્યું હતું. જ્યારે આશ્રય ગૃહમાં સ્થળાંતર કરેલા નાગરીકો સાથે સીધો સંવાદ કરી તેમની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું.

લાખણી કંટ્રોલ રૂમની મુલાકાત બાદ અધિકારીઓ – પદાધિકારીઓ સાથે બેઠક

અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ લાખણી કંટ્રોલ રૂમની મુલાકાત લઇ લાખણી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વાવાઝોડાના કારણે ઓછામાં ઓછું નુકસાન થાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

થરાદના ગ્રામ્ય વિસ્તાર-humdekhengenews

લોકો બિનજરૂરી બહાર નિકળવાનું ટાળે

થરાદના ગ્રામીણ વિસ્તારમાં મુલાકાત સમયે અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, જિલ્લામાં ગઇકાલ સાંજથી જ ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ઘણી જગ્યાએ વીજળીના અનેક થાંભલાઓ અને વૃક્ષો પડી ગયા છે. આ થાંભલાઓ ઉભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાનું કામ હાલ ચાલું છે. હજુ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે ઉપરવાસ રાજસ્થાનમાં વધારે વરસાદ થાય તો રેલ નદીમાં પાણી આવી શકે એમ છે ત્યારે નદીના વહેણ વિસ્તારમાં, ખેતરોમાં અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ ખુબ કાળજી લેવી જરૂરી છે. રાજ્ય સરકારે લીધેલા સમયસરના પગલાંઓને લીધે વાવાઝોડા પહેલાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સરકારી તંત્રએ નીચાણવાળા વિસ્તારના લોકો માટે શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા કરી છે અને સુરક્ષિત સ્થાનો પર રહેવા વારંવાર સુચના પણ આપી છે. વરસાદ અને વાવાઝોડાથી રસ્તાઓ પર પડેલા વૃક્ષોને કાપીને રસ્તા ખુલ્લા કરાવવા માટે ફોરેસ્ટ અને માર્ગ મકાન વિભાગ કામ કરી રહ્યા છે. ત્યારે આવા વાતાવરણમાં બિનજરૂરી બહાર નિકળવાનું ટાળી સુરક્ષિત અને સલામત રહેવા તેમણે લોકોને અપીલ કરી હતી.

આ પણ વાંચો : BJPને હરાવવા માટે અખિલેશ યાદવે બનાવી ખાસ ફોર્મ્યુલા, શું છે PDA ફોર્મ્યુલા?

Back to top button