ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે વિશાળ સમર્થકો સાથે ફોર્મ ભર્યું

Text To Speech
  • કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર તેમના વક્તવ્ય સમયે બન્યા ભાવુક

પાલનપુર 15 એપ્રિલ 2024 : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે સોમવારે ડીસા હાઈવે પર જાહેર સભા યોજી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.

 

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણત્તરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુર ડીસા હાઈવે પર આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજવામાં આવી હતી.

જેમાં તેમના ઘરેથી ટ્રેક્ટર ઉપર બેસી ઉમેદવારી નોંધાવવા આવેલા ગેનીબેન ઠાકોર પોતાની સ્પીચ દરમિયાન એકદમ ભાવુક બની ગયા હતા અને રડતા રડતા કહ્યું કે જ્યારે ગામડે ગામડે ફરૂ છું ને અને લોકો ફુલ અને હાર પહેરાવે ત્યારે લોકોનું રૂણ મારા પર છે.લોકસભા એટલે નાની વસ્તુ નથી લોકોની જિંદગી વીતી જાય તો ટીકીટ નથી મળતી.

બનાસકાંઠાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી છે તો હે ભગવાન કૃષ્ન કનૈયા મારી નાવ તારજે અને બનાસકાંઠા સુરક્ષીત રાખજે અને ભાઇ ચારાની ભાવના રાખજે ત્યારબાદ તેમનું પ્રવચન પૂર્ણ કરી સમર્થકો તેમજ ઢોલ નગારા સાથે રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને પાલનપુર જિલ્લા કલેકટર સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા, ગેનીબેન ટ્રેક્ટરમાં બેઠા

Back to top button