ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : જૂના ડીસામાં યુવકે જંતુનાશક ઝેરી પ્રવાહી પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Text To Speech
  • બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડાયો, અસરગ્રસ્ત યુવકની હાલત નાજુક

પાલનપુર : ડીસા તાલુકાના જૂનાડીસા ગામે ભરબજારમાં એક યુવકે ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ આવી તાત્કાલિક યુવકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


ડીસા તાલુકાના જૂનાડીસા ગામે બસ સ્ટોપ પર ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. ડીસા તાલુકાના માણેકપુરા ગામના 25 વર્ષીય રવિ બીજોલજી ઠાકોર નામનો યુવક આજે ડીસા તરફ આવી રહ્યો હતો. તે દરમ્યાન જૂના ડીસા બસ સ્ટોપ પર જ ક્લોરપાયરીફોસ નામની જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જંતુનાશક દવા ગટગટાવતા યુવક બેભાન જેવો થઈ ત્યાં ઢળી પડ્યો હતો. આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર ચકચાર મચી ગઈ હતી અને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનને બોલાવીને યુવકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને તાત્કાલિક સારવાર મળી રહેતા તેનો જીવ બચાવી શકાયો હતો, પરંતુ યુવકની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે પણ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો : પાટણ : પાટણમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, બે કલાકથી લાઇટ ગૂલ

Back to top button