ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલક દબાયો

Text To Speech
  • ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો

બનાસકાંઠા : ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસે મોડી રાત્રે છકડો રીક્ષા પલટી ખાઈ જતા રીક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો.

ડીસા તાલુકાના ભાટસણ ગામે રહેતા શ્રવણભાઈ કાનજીભાઈ રાવળ છકડો રીક્ષાની ફેરીઓ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગઈકાલે રાત્રે સ્પોર્ટ્સ ક્લબ પાસે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા આગળથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા છકડો રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને પલટી ખાધા બાદ રીક્ષા સામેથી આવી રહેલ કારને ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષા નીચે દબાઈ જતા ચાલક શ્રવણભાઈ રાવળ ને ગંભીર ઇજા પહોંચી હતી.

ડીસા -humdekhengenews

ઘટનાને પગલે આજુબાજુના વાહન ચાલકો અને લોકોએ ઉભા રહી રિક્ષામાંથી ચાલકને બહાર નીકાળ્યો હતો.દરમ્યાન 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં બાદ તેને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર નવરાત્રી મહોત્સવનું કરશે ઉદ્દઘાટન

Back to top button