બનાસકાંઠા: ભાભરના ખડોસણમાં પીવાના પાણીની હાલાકી, રોષે ભરાયેલા લોકોએ ફોડ્યા માટલા


પાલનપુર: ઉનાળાના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. ભાભર પાસે આવેલા ખડોસણ ગામમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી…. પાણી….ના પોકારો ઉઠી રહ્યા છે. અહીંયા રહેતા લોકોએ પાણી ન મળતાં રોષે ભરાઈ ને તંત્ર વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો, અને માટલા ફોડીને રોષ વ્યક્ત કર્યો હતો.
ખડોસણ ગામમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે, પાણીની નવી પાઇપલાઇન નાખી હોવા છતાં પીવાનું પાણી આવતું નથી. આ અંગે અમે પંચાયતના વહીવટદાર અને તલાટીને પણ રજૂઆત કરી હતી. જેમણે આગળથી પાણી આવતું નથી તેમ જણાવી હાથ અદ્ધર કરી દીધા છે.
View this post on Instagram
જ્યારે મહિલાઓને પીવાના પાણી માટે માથા ઉપર બેડા મૂકીને ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી રઝળપાટ કરવો પડી રહ્યો છે. જ્યારે પશુઓની હાલત પણ કફોડી બની ગઈ છે. લોકો જણાવી રહ્યા છે કે, આગામી દિવસે જો પાણી નહીં મળે તો માટલા ફોડીને અમને વિરોધ ચાલુ રાખીશું. આમ કાળજાળ ગરમીમાં મહિલાઓ તેમજ બાળકો ગરમીમાં ખેતરોમાં દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવા મજબુર થવું પડી રહ્યું છે.
આ પણ વાંચો :25મી મે ગુરૂવારના રોજ સ્વ. નરસિંહભાઈ જી. પટેલની તૃતિય પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન