ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજીમાં મા અંબાને સુખડીનો પ્રસાદ ધરાવાયો

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે આગામી 6 જાન્યુઆરી’23 ના રોજ મા અંબાનો પ્રાગટ્યોત્સવ ધૂમધામ થી ઉજવવામાં આવનાર છે. જેની અંબાજી ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કોરોનાના બે વર્ષ બાદ જગતજનની માં અંબાની સવારી અંબાજીના માર્ગો પર નીકળશે ત્યારે માઇભક્તો અને દર્શનાર્થીઓને સુખડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

સુખડીનો પ્રસાદ-humdekhengenews
પ્રસાદ

પોષી પૂનમના પ્રાગટ્ય દિવસે 2100 કિલો સુખડી ભક્તોને પ્રસાદ વિતરણ કરાશે

 

જેના માટે 2100 કિલો સુખડી બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે આજે અંબાજી મંદિરમાં મા અંબાને વિધિસર સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ સમયે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો માતાજીના મંદિરના ચાચર ચોકમાં હાજર રહ્યા હતા.

સુખડીનો પ્રસાદ-humdekhengenews

આ પણ વાંચો :ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને ટૂંક સમય માટે આ કારણે રખાશે બંધ

Back to top button