ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, વાવાઝોડાને પગલે શાળાઓ બે દિવસ બંધ
- બાળકોને રજા રહેશે
- શાળાના તમામ સ્ટાફે શાળામાં હાજર રહેવાનું રહેશે
પાલનપુર : હાલમાં બિપરજોય વાવાઝોડાની અસરના કારણે બનાસકાંઠા જિલ્લામાં તા. ૧૬ જૂન ૨૦૨૩ તથા તા. ૧૭ જૂન ૨૦૨૩ ના રોજ ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતાના કારણે બાળકોના હિતને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ તથા તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બે દિવસ તા. ૧૬ અને ૧૭ જૂન-૨૦૨૩ના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખી બાળકોને રજા આપવાની રહેશે.
આ બંને દિવસોએ શાળાના તમામ સ્ટાફે શાળામાં હાજર રહેવાનું રહેશે તથા શાળા છૂટ્યા બાદ સ્ટાફે હેડક્વાર્ટર ખાતે હાજર રહેવાનું રહેશે તેમ બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બનાસકાંઠાએ જણાવ્યું છે.
આ પણ વાંચો : બિપરજોય: રાજ્ય સરકારે એક સ્ટેપ આગળની જાહેરાત કરતા જણાવ્યું- શું કરવું ને શું ન કરવું?