બનાસકાંઠા: ઠાકરશી રબારીને પાસા કરાશે તો થરાદથી જેલભરો આંદોલન કરીશું : ગેનીબેન ઠાકોર
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા ના આકોલી ગામના કોંગ્રેસના કાર્યકર ઠાકરશી રબારી સામે પોલીસે માવસરી પોલીસ મથકમાં દારૂનો કેસ નોંધ્યો હતો. જેને લઇને હવે આખી કોંગ્રેસ ઠાકરશી રબારી ઉપર પાસાની કાર્યવાહી ના થાય તે માટે બચાવમાં ઉતરી છે. જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ રબારી સહિત કોંગ્રેસના આગેવાનોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે.
પોલીસ જિલ્લામાં તટસ્થતાથી કામ કરે છે : એસપી અક્ષયરાજ મકવાણા
વાવ ધારાસભ્ય ગેનીબેનના આક્ષેપો સામે બનાસકાંઠા એસપી અક્ષય રાજ મકવાણાનું નિવેદન.. #banaskantha #accused #genibenthakor #banaskanthapolice #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/xm0IPocIGb
— Hum Dekhenge News (@humdekhengenews) July 4, 2023
આ અંગે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે, જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી છે તેના ઉપર જિલ્લા પોલીસ વડાનો કોઈ કંટ્રોલ નથી અને કોંગ્રેસના આગેવાનો ઉપર ખોટા કેસો કરીને તેમણે ભાજપમાં જોડાવા માટે દબાણ કરી રહ્યા છે. પોલીસને દારૂની રેલમછેલ રોકવાનો સમય મળતો નથી. જ્યારે થરાદમાં માનીતા પોલીસ અધિકારીઓને પોલીસ મથકનો ચાર્જ અપાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
ગેનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ વડા સામે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા ઠાકરશી રબારી સામે પાસા જેવી પ્રોસેસ કરવામાં આવી રહી છે, ત્યારે આ અંગે જિલ્લા કલેકટર યોગ્ય નિર્ણય લે તે માટે આવેદનપત્ર આપ્યું છે. જો પાસાની કાર્યવાહી કરાશે તો આગામી દિવસોમાં થરાદ ખાતેથી અમે જેલભરો આંદોલન છેડીશું, અને પોલીસ કોઈ પણ કોંગ્રેસના આગેવાન કે કાર્યકરને ખોટી રીતે હેરાન કરશે તો તેની સામે કોંગ્રેસ દ્વારા લડત શરૂ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.
દારૂ સામે કાર્યવાહી કરતી પોલીસને કોંગ્રેસનો દબાવવાનો પ્રયાસ : કીર્તિસિંહ વાઘેલા
દારૂ સામે કાર્યવાહી કરતી પોલીસને કોંગ્રેસનો દબાવવાનો પ્રયાસ : કીર્તિસિંહ વાઘેલા @kpvaghelabjp#KirtisinghVaghela #congress #palanpur #alcohol #banaskanthapolice #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/6wRfcQJ7NR
— Hum Dekhenge News (@humdekhengenews) July 4, 2023
ગેનીબેન ઠાકોરે આક્રોશ સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા સામે ગંભીર આરોપો લગાવ્યા હતા.આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ આ આરોપોને નિરાધાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઠાકરશી ભાઈ સામે 2005 થી 2023 સુધીમાં પાંચ જેટલી એફઆઇઆર નોંધાઈ છે. જેમાં છેલ્લી એફઆઈઆર માવસરી પોલીસ મથકમાં નોંધાઈ છે. તેમણે પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, પોલીસ કોઈ ધર્મ, જાતિ કે રાજકીય પાર્ટી થી ઉપર રહીને માત્ર નિષ્પક્ષ કામગીરી કરે છે. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કર્યા છે. જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. જ્યારે પાસા અંગે એસપીએ જણાવ્યું હતું કે, દારૂના કવોલિટી કેસમાં આરોપી સામે પાસાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
View this post on Instagram
આ કેસમાં પણ પાસા માટે જિલ્લા કલેકટરને ભલામણ કરવામાં આવી છે. ત્યારે પોલીસ કોઈપણ રાજકીય પાર્ટીના કાર્યકરને હેરાન કરતી નથી પરંતુ તટસ્થ કામગીરી કરે છે. આમ ધારાસભ્ય ગેનીબેન અને પોલીસ વડા દારૂના કેસમાં ફસાયેલા ઠાકરશી રબારીને લઈને આમને – સામને આવી ગયા છે. કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો પણ જિલ્લા કલેકટરને રજૂઆત કરવા આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે.
દારૂના બુટલેગરને બચાવવા કોંગ્રેસના નેતાઓનું દબાણ : કીર્તિસિંહ વાઘેલા
બનાસકાંઠા જિલ્લાના પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા ડ્રગ્સ અને દારૂના બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો આવા લોકોને બચાવવા માટે પોલીસ અને સરકાર ઉપર દબાણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર યુવાનોને ડ્રગ્સ અને દારૂ જેવી લતમાંથી બચાવવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લોના સરહદી વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સ અને દારૂના રવાડે ચડાવવાનું ષડયંત્ર ચાલે છે, ત્યારે તેની સામે પોલીસ દ્વારા નિડરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લાની પ્રજા તેમની સાથે છે તેમ તેમને ઉમેર્યું હતું.
આ પણ વાંચો :અરે…આતો ચિંતામાં મુકી દિધા અંબાલાલે તો! જાણો તેમણે હવામાનને લઈને શું અનુમાન વ્યક્ત કર્યું