બનાસકાંઠા : કાણોદર પાસે હિટ એન્ડ રન : આઇસરે ચારને લીધા અડફેટે, એકનું મોત
પાલનપુર : પાલનપુર- અમદાવાદ હાઈવે પર કાણોદર અને છાપી ગામ પાસે અકસ્માત ઝોન બન્યો હોય તેવું લાગી રહ્યું છે. આ હાઇવે ઉપર આવેલા કાણોદર ગામ પાસેના રોડ ઉપર ઉભેલા વાસણ ગામના ચાર લોકોને પૂરઝડપે આવી રહેલી એક આઇસર ટ્રકે અડફેટમાં લીધા હતા. નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ ડિવાઈડર તોડીને આવેલી આઇસર ટ્રકે હડફેટમાં લીધેલા ચાર વ્યક્તિઓ પૈકીના એકને ગંભીર ઈજાતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે હાઈવે ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
અવાર-નવાર અકસ્માત સર્જાય છે સર્જાય છે
પાલનપુર- અમદાવાદ હાઈવે સિક્સલેન થવાના કારણે અમદાવાદથી દિલ્હી વચ્ચેનો વાહન વ્યવહાર ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. ત્યારે વાહનો પણ પૂર ઝડપે જતા હોવાના કારણે અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સર્જાય છે.
જેના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે હાઇવે પર ગામ નજીક હોય તેવી જગ્યાએ સ્પીડના નિયંત્રણ માટે કાર્યવાહી કરવાની જરૂર છે.
આ પણ વાંચો : પાલનપુર : રૂ. 1000 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર ડીસા એરબેઝનું આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમૂર્હત