ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરમાં ટીઆરબી જવાનોને દાતાના સહયોગથી હેલ્મેટ આપવામાં આવ્યા

Text To Speech

પાલનપુર : પાલનપુર એરોમા સર્કલ ખાતે હેલ્મેટ પહેરવા અંગે પોલીસ, ટીઆરબી જવાનોથી શરૂ કરી ટ્રાફિકના નિયમોનું અમલીકરણ થાય તે હેતુથી દાતાઓના સહયોગથી ટીઆરબી જવાનોને એસ.પી. તેમજ અધિકારીઓ દાતાઓની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો.

બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ ફેટલ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના હેતુથી અને બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને અમૂલ્ય માનવીય જિંદગી બચાવવાના હેતુથી આપેલ અવારનવાર સૂચનાઓનુ અમલીકરણ કરવા અંગે પાલનપુર વિભાગીય પોલીસ અધિકારીના માર્ગદર્શક હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. રબારી જિલ્લા ટ્રાફિક, પોલીસ ઈન્સ્પેક્ટર ગોહિલ, પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ તેમજ એમ.એમ. કુરેશી પાલનપુર શહેર ટ્રાફિકની ખંત પૂર્વકની જહેમતથી એરોમા સર્કલ પાલનપુર ખાતે હેલ્મેટ પહેરવા અંગે પોલીસ, ટીઆરબી જવાનોથી શરૂ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને તેનું અમલીકરણ થાય તે હેતુથી દાતાઓ નાનદિશભાઈ સારથી ઓટો શો રૂમ, ભરતભાઈ બેચરભાઈ પટેલ બાલારામ ગ્રુપ, તેમજ અમૃતભાઈ પટેલ બજાજ શોરૂમ પાલનપુરના સહયોગથી ટીઆરબી જવાનોને એસ.પી. તેમજ અધિકારીઓ દાતાઓની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા એસ.પી. એ તેમના વ્યક્તવ્યમાં લોકોને પરેશાન કરવાના હેતુથી નહીં પરંતુ તેઓની માનવીય અમૂલ્ય જિંદગીના જતન સારું હેલ્મેટ પહેરવું જરૂરી હોય જેનો દ્વિચક્રી વાહન ચાલકો પૂરેપૂરો અમલ કરે અને ‘નો હેલ્મેટ નો એન્ટ્રી’ નો અમલ કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો : વાતાવરણ પલટાયું : જિલ્લામાં સવારે કોરામણના નહિ પરંતું ભેજથી વાદળો છવાયા

Back to top button